કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

રાજસ્થાન રાજ્યના વન વિભાગ દ્વારા કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પ્રાણી સંગ્રહાલય (ઝૂ) બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.

મુખ્ય મુદ્દા

  • આ પ્રોજેક્ટ હેઠળ, મુખ્યત્વે લુપ્ત થતી પ્રજાતિઓ, જેમ કે બીવર, જળ બિલાડી, કાળા હરણ, હોગ ડીયર વગેરેના સંવર્ધન માટે રહેઠાણ વિકસાવવામાં આવશે.
  • આ પ્રાણી સંગ્રહાલયમાં પાણીમાં રહેતી પ્રજાતિઓ જેમ કે ગેંડા, ગંગેટિક ડોલ્ફિન અને મગરમચ્છોને અહીં વસાવવામાં આવશે. નવા પ્રાણીઓનો ઉમેરો થવાથી ઉદ્યાનની જૈવ વિવિધતામાં વધારો થશે.
  • આ માટે ફ્રાંસની એક સંસ્થાએ પ્રથમ તબક્કા માટે 15 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ અભયારણ્યના વિકાસ માટે અને નવા પ્રાણીઓને અહીં લાવવા માટે આવનારા 8 વર્ષમાં થઇને કુલ 1200 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

  • આ ઉદ્યાનનું નામ તેની અંદર આવેલ કેઓલાદેવ (શીવ) મંદિરના નામ ઉપરથી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે.
  • રાજસ્થાનના ભરતપુર જિલામાં આવેલ હોવાથી ભરતપુર પક્ષી અભયારણ્ય તરીકે પણ જાણીતા એવા કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એક રામસર વેટલેન્ડ સાઇટ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
  • અહીં દેશના અન્ય ભાગમાં ભાગ્યે જ જોવા મળતાં હોય એવાં પક્ષીઓની અંદાજે 230 જેટલી પ્રજાતિ જોવા મળે છે.
  • મેલોઈ અને ટીલ પક્ષીઓ એ આ અભયારણ્યની વિશેષતા અને સુંદરતા છે. આ ઉપરાંત ધોમરા, ચકવા જલપક્ષી, લાલસર બતક જેવી લુપ્ત થતી જાતના પક્ષીઓ પણ અહીં જોવા મળે છે.
  • 29 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારમાં 380 જેટલા ફૂલ- છોડની અલભ્ય જાત જોવા મળે છે. પક્ષીઓ ઉપરાંત નીલગાય, ચિતળ, જંગલી ભૂંડ, નોળિયા, જેવા પ્રાણીઓ જોવા મળે છે. કેઉલાદેવ ઉદ્યાન રમણીય પર્યટન સ્થળ ઉપરાંત પક્ષીવિદો, પ્રકૃતિવિદો તથા વૈજ્ઞાાનિકો માટે સંશોધનો કરવા માટેનું આદર્શ સ્થળ ગણાય છે.

Leave a Comment

Share this post