ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022, ઉત્તર પ્રદેશ

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022, ઉત્તર પ્રદેશ

  • ત્રીજા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવનો સમાપન સમારોહ વારાણસીના ટેકનો સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રમતગમત મંત્રી  અનુરાગ સિંહ ઠાકુર અને રમતગમત રાજ્ય મંત્રી  નિશીથ પ્રામાણિક સમાપન સમારોહમાં હાજરી  આપી હતી.
  • PUC 26 ગોલ્ડ, 17 સિલ્વર અને 26 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 69 મેડલ સાથે પૂર્ણ ટોચ પર રહી હતી. GNDU એ 24 ગોલ્ડ, 27 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ મેળવીને બીજા સ્થાને અને પહેલીવાર ટોપ ત્રણમાં સ્થાન મેળવ્યું હતું. ગત વખતની ચેમ્પિયન કર્ણાટકની જૈન યુનિવર્સિટી 16 ગોલ્ડ, 10 સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા ક્રમે રહી હતી.
  • તરવૈયા શિવ શ્રીધર પુરૂષ વિભાગમાં આઠ સુવર્ણ સહિત કુલ 11 મેડલ સાથે ટોચ પર રહ્યો હતો તેમજ તરવૈયા શ્રુંગી બાંદેકરે પાંચ સુવર્ણ સહિત મહિલા વિભાગમાં નવ મેડલ જીત્યા હતા.
  • ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિ ઉત્તર પ્રદેશમાં 25મી મેથી 3જી જૂન દરમિયાન વારાણસી, ગોરખપુર, લખનૌ અને ગૌતમ બુદ્ધ નગરમાં યોજવામાં આવી હતી. શૂટિંગ સ્પર્ધા દિલ્હીમાં યોજાઈ હતી. વોટર સ્પોર્ટ્સે ગોરખપુરમાં રોઈંગ સ્પર્ધાઓ સાથે આ ગેમ્સમાં તેની શરૂઆત કરી હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post