ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022

30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2023 દરમિયાન મધ્યપ્રદેશ ખાતે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે.

  • પ્રથમ ચાર આવૃત્તિઓનું આયોજન અનુક્રમે દિલ્હી (2018), મહારાષ્ટ્ર (2019), અસમ (2020) અને હરિયાણા (2021) ખાતે કરવામાં આવ્યું હતું.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 વિશે

  • મસ્કોટ (શુભંકર) : આશા અને મોગલી
  • મશાલનું નામ : અમરકંટક
  • થીમ ગીત : हिंदुस्तान का दिल धड़का दो
  • ઇવેન્ટનું આયોજન મધ્યપ્રદેશના આઠ શહેર; ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, મંડલા, બાલાઘાટ અને ખરગોન (મહેશ્વર)માં કરવામાં આવશે, જ્યારે એક રમત (સાયકલિંગ) દિલ્હીમાં યોજાશે.
  • સૌપ્રથમવાર વોટર સ્પોર્ટ્સને શામેલ કરવામાં આવ્યું છે.

ખેલો ઈન્ડિયાની શરૂઆત ક્યારે થઈ?

  • ખેલો ઈન્ડિયા પહેલ 2017માં ભારત સરકાર દ્વારા દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી, જેથી પાયાના સ્તરથી જ  બાળકોને સામેલ કરી શકાય. આ પહેલ હેઠળ, ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (KIYG) અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (KIUG)નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જ્યાં યુવા ખેલાડીઓ તેમના રાજ્યો અને યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
  • આ પહેલ નવી દિલ્હીમાં 2018માં ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સના આયોજન સાથે શરૂ થઈ હતી. 2019માં, આ ઇવેન્ટનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રાખવામાં આવ્યું. પ્રથમ KIUGનું આયોજન 2020માં ઓડિશા ખાતે કરવામાં આવ્યું હતું.
  • આ ઇવેન્ટ એ ભારતમાં રાષ્ટ્રીય સ્તરની મલ્ટિડિસિપ્લિનરી ગ્રાસરૂટ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, જે બે કેટેગરીમાં આયોજિત થાય છે, એટલે કે 17 વર્ષથી ઓછી વયના શાળાના વિદ્યાર્થીઓ અને અંડર-21 કોલેજના વિદ્યાર્થીઓ. દર વર્ષે શ્રેષ્ઠ 1,000 બાળકોને 8 વર્ષ માટે રૂ.5 લાખની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેથી તેઓને આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓ માટે તૈયાર કરી શકાય.

મહત્ત્વ

  • ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ હેઠળ પસંદ કરાયેલા ઘણા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ પણ જીત્યા છે, જ્યારે ઘણાએ ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો છે. તેમાંથી જ ભારતને વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગા, શૂટર સૌરભ ચૌધરી, મનુ ભાકર, તરવૈયા શ્રી હરિ નટરાજ, અભિનવ શો, ફિલિપ મહેશ્વરન તબિથા, જેરેમી લાલરિનુંગા જેવા પ્રતિભાસંપન્ન ખેલાડીઓ મળ્યા છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post