કિંગ કોહલીનો રેકોર્ડ

કિંગ કોહલીનો રેકોર્ડ

  • વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટમા સદી ફ્ટકારી છે. તેણે ટેસ્ટમાં 28મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 75મી સદી ફટકારી હતી. તે આ માઇલ સ્ટોન સુધી પહોંચનાર ફસ્ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. કોહલી પહેલાં સચિનના નામે આ રેકોર્ડ હતો જેને 566 ઇનિંગ્સમાં 75 સદી પૂરી કરી હતી. કોહલીએ 552 ઇનિંગ્સમાં આ સિદ્ધિ પૂરી કરી લીધી હતી.
  • કોહલી વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન બ્રાયન લારાને છોડીને ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. તે ભારતમાં 4000 ટેસ્ટ રન બનાવનાર 5મો ભારતીય ખેલાડી પણ બની ગયો છ. તે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, અને વીરેન્દ્ર સેહવાગ સાથે એલિટ લિસ્ટમાં સામેલ થયો છે. તે સૌથી વધારે સદી ફટકારવાના મામલે બીજા નંબરે છે. સચિન તેંડુલકરના નામે સૌથી વધારે 100 સદીનો રેકોર્ડ છે.

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી

સચિન તેંડુલકર 200 મેચ 51સદી
રાહુલ દ્રવિડ 163 મેચ 36 સદી
સુનીલ ગાવસ્કર 125 મેચ 34 સદી
વિરાટ કોહલી 108 મેચ 28 સદી

Leave a Comment

Share this post