કેરળનો કોલ્લમ ભારતનો પ્રથમ બંધારણ-સાક્ષર જિલ્લો

કેરળનો કોલ્લમ ભારતનો પ્રથમ બંધારણ-સાક્ષર જિલ્લો

  • કેરળનો કોલ્લમ ભારતનો પ્રથમ બંધારણ-સાક્ષર જિલ્લો બન્યો છે.
  • આ સિદ્ધિ 7 મહિના સુધી ચાલેલા બંધારણીય સાક્ષરતા અભિયાનનું પરિણામ છે.
  • દેશના કાયદાઓ અને નાગરિકોના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે કોલ્લમ એડમિનિસ્ટ્રેશન અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું હતું.
  • આ અભિયાન અંતર્ગત જિલ્લાના 7 લાખથી વધુ પરિવારોને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો વિશે શિક્ષિત કરવામાં આવી રહ્યા છે.

કેરળ અન્ય વર્તમાન બાબતો

  • G-20 ઈન્ડિયા અધ્યક્ષતામાં 1લી હેલ્થ વર્કિંગ ગ્રૂપની બેઠક 18-20 જાન્યુઆરી 2023 દરમિયાન કેરળના તિરુવનંતપુરમમાં યોજાશે.
  • G-20 ઈન્ડિયા પ્રેસિડેન્સીના હેલ્થ ટ્રેકમાં ચાર હેલ્થ વર્કિંગ ગ્રુપ (HWG) મીટિંગ્સ અને એક હેલ્થ મિનિસ્ટરિયલ મીટિંગ (HMM)નો સમાવેશ થશે.
  • આ બેઠકો તિરુવનંતપુરમ (કેરળ) , ગોવા, હૈદરાબાદ (તેલંગાણા) અને ગાંધીનગર (ગુજરાત) સહિત દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાશે.

Leave a Comment

TOPICS : ,

Share this post