લાલા હરદયાળ

લાલા હરદયાળ

  • લાલા હરદયાળ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા.તેમણે ભારતીય સિવિલ સેવાની નોકરી ઠુકરાવી દીધી હતી. તેમણે અમેરિકા અને કેનેડામાં રહેનારા ઘણા પ્રવાસી ભારતીયોને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સામ્રાજ્યવાદ સામે લડવા માટે પ્રેરીત કર્યા હતા.
  • જન્મ : 14 ઓક્ટોબર,1884, દિલ્હી; અવસાન :  4 માર્ચ,1939(ફિલાડેલ્ફિયા, યુનાઇટેડ સ્ટેટ્સ)
  • હરદયાળ માથુર એ ભોલી રાની અને ગૌરી દયાળ માથુરના સાત સંતાનો પૈકી એક (છઠ્ઠા) હતા. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતની આઝાદી માટે સંઘર્ષ શ્રેણી અંતર્ગત 13 ફેબ્રુઆરી 1987ના રોજ એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગદર પાર્ટીના સ્થાપક પ્રમુખ સોહન સિંહ ભક હતા અને લાલા હરદયાલ આ પાર્ટીના સહ-સ્થાપક હતા.
  • જૂન,1913માં ઍસ્ટોરિયામાં ભારતવાસીઓની એક સભા યોજવામાં આવી. તેમાં પૅસિફિક કોસ્ટ હિન્દુસ્તાની ઍસોસિયેશન સ્થાપવામાં આવ્યું. હરદયાળ આ ઍસોસિયેશનના મહામંત્રી બન્યા. સોહનલાલ ભકના તેના પ્રમુખ તથા મુનશીરામ તેના મંત્રી અને કોષાધ્યક્ષ બન્યા. થોડા સમય બાદ, આ સંસ્થાનું નામ બદલીને ગદર પાર્ટી રાખવામાં આવ્યું. ‘ગદર’ એટલે બળવો. આ પક્ષની સ્થાપના વિશે જુદા જુદા હેવાલો પ્રાપ્ત થાય છે.
  • ગદર સાપ્તાહિકની પ્રથમ આવૃત્તિ 1 નવેમ્બર, 1913ના રોજ સાન ફ્રાન્સિસ્કોથી પ્રકાશિત થઈ હતી. આ પાર્ટીનો ઉદ્દેશ ભારતમાં સામ્રાજ્યવાદી સરકારને ઉથલાવી દઈને તેને સ્થાને સમાનતા અને સ્વતંત્રતા પર આધારિત રાષ્ટ્રીય પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરવાનો હતો. તેનું કાર્યાલય સાન ફ્રાંસિસ્કોમાં હિલ સ્ટ્રીટ ખાતે આવેલું હતું. તે ‘યુગાન્તર આશ્રમ’ નામથી ઓળખાતું હતું. સ્વિટ્ઝર્લૅન્ડમાં જિનીવા જતા રહ્યા. ત્યાં તેમણે ‘વંદે માતરમ્’ નામનું અખબાર શરૂ કરી બ્રિટિશવિરોધી પ્રચાર કર્યો.
  • હરદયાળ 1927માં લંડન ગયા અને લંડન યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે સંશોધન કરવા માંડ્યું. તેમને ‘ધ બોધિસત્વ ડૉક્ટ્રિન ઇન બુદ્ધિસ્ટ સંસ્કૃત લિટરેચર’ વિશે લખેલ મહાનિબંધ માટે પીએચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી.‘હિન્ટ્સ ફૉર સેલ્ફકલ્ચર’ નામના પોતાના ગ્રંથમાં તેમણે તેમના દાર્શનિક તથા નૈતિક વિચારો દર્શાવ્યા.

Leave a Comment

Share this post