સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર

સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર

 • સ્વરકોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનું ગત વર્ષે 6 ફેબ્રુઆરી, 2022ના રોજ અવસાન થયું હતું .
 • લતા મંગેશકરનો જન્મ  28 સપ્ટેમ્બર,1929ના રોજ ઈંદોર, મધ્ય પ્રદેશમાં થયો હતો
 • પિતા : પંડિત દિનાનાથ મંગેશકર
 • માતા : શેવંતી (સુધામતી) દિનાનાથ ના બીજા પત્ની
 • આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતુ, ત્યારબાદ તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. લતાજીનું બાળપણનું નામ “હેમા” નામ હતું.
 • તેમની બહેનોનું નામ આશા ભોંસલે, મીના મંગેશકર, ઉષા મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે.
 • લતાજી ક્વિન ઓફ મેલોડી, વોઇસ ઓફ ધ નેશન , વોઇસ ઓફ ધ મિલેનિયમ , અને નાઈટેંગલ ઓફ ઈન્ડિયા જેવા ઉપનામથી જાણીતા હતા .
 • તેઓ 22 નવેમ્બર,1999 થી 21 નવેમ્બર,2005 સુધીથી રાજ્યસભાના સંસદ સભ્ય પણ રહ્યા હતા.
 • તેમણે ગાયેલુ પ્રથમ હિન્દી ગીત મરાઠી ફિલ્મ ગજાભાઉ (1943) માટે “માતા એક સપૂત કી દુનિયા બદલ દે તુ” હતું.
 • તેમને પરિચય (1972) કોરા કાગઝ (1974) અને લેકિન (1990) માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા.
 • વર્ષ 1974 લંડનના રોયલ આલર્બટ હોલમાં ગાનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.

લતાજીને મળેલા પુરસ્કાર

 • મહારાષ્ટ્ર ભૂષણ – વર્ષ 1997
 • પદ્મ ભૂષણ – વર્ષ 1969
 • ગિનીસ બુક રેકોર્ડ – વર્ષ 1974 (દુનિયામાં સૌથી વધારે ગીત ગાવાનો રેકોર્ડ)
 • દાદા સાહેબ ફાળકે પુરસ્કાર – વર્ષ 1989
 • એન. ટી. આર પુરસ્કાર – વર્ષ 1999
 • પદ્મ વિભૂષણ – વર્ષ 1999
 • ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન ” પુરસ્કાર – વર્ષ 2001

ગુજરાતી ગીતો

 • માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે
 • દીકરી તો પારકી થાપણ કહેવાય
 • વૈષ્ણવ જન તો
 • હે કાનુડા તોરી ગોવાલણ
 • હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે

Leave a Comment

Share this post