કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ‘સિટી ફાયનાન્સ રેન્કિંગ્સ- 2022’ અને ‘સિટી બ્યુટી કોમ્પિટિશન’ની શરૂઆત

કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ‘સિટી ફાયનાન્સ રેન્કિંગ્સ- 2022’ અને ‘સિટી બ્યુટી કોમ્પિટિશન’ની શરૂઆત

 • કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ‘સિટી ફાઇનાન્સ રેન્કિંગ્સ – 2022’ અને ‘સિટી બ્યુટી કોમ્પિટિશન’ની શરૂઆત કરાવવામાં આવી હતી.
 • આ સિટી ફાઇનાન્સ રેન્કિંગ્સ – 2022 અને સિટી બ્યુટી કોમ્પિટિશન પહેલ ભારતની શહેરી કાયાકલ્પ યાત્રાને આગલા સ્તર પર લઇ જવાની પરીકલ્પના કરે છે.

સિટી ફાયનાન્સ રેન્કિંગ્સ – 2022 સંબંધિત મહત્ત્વની બાબતો

 • આ રેન્કિંગ દ્વારા ત્રણ મુખ્ય નાણાકીય પરિમાણો જેવા કે સંસાધન એકત્રીકરણ, ખર્ચ પ્રદર્શન અને રાજકોષીય શાસન પ્રણાલીમાં 15 સૂચકાંકોના આધારે શહેરી સ્થાનિક સંસ્થાઓનું મૂલ્યાંક, ઓળખ અને પુરસ્કાર આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
 • સિટી ફાયનાન્સ રેન્કિંગ્સ શહેર/રાજ્યના અધિકારીઓ અને નિર્ણય લેનારાઓને વધુ સુધારા કરીને મ્યુનિસિપલ ફાઇનાન્સ રિફોર્મ્સ લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
 • સિટી ફાયનાન્સ રેન્કિંગ્સ અંતર્ગત ભારતના વિવિધ શહેરોને નીચે મુજબની ચાર વસતી શ્રેણીઓ હેઠળ તેમના સ્કોરના આધારે રાષ્ટ્રીય સ્તરે ક્રમ આપવામાં આવશેઃ
 1. 4 મિલિયનથી વધુ
 2. 1 થી 4 મિલિયનની વચ્ચે
 3. 1 લાખથી 1 મિલિયનની વચ્ચે
 4. 1 લાખ કરતા ઓછા
 • રાજ્ય અથવા રાજ્ય સમુહની દરેક વસતી શ્રેણીમાં ટોચના 3 શહેરોને રાષ્ટ્રીય સ્તરે ઓળખવામાં આવશે તેમજ તેને પુરસ્કૃત કરવામાં આવશે.
 • ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે તમામ 4500 થી વધારે શહેરોની શહેરી સ્થાનિક સંસ્થાઓને સિટી ફાઇનાન્સ રેન્કિંગ્સ-2022 માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.

સિટી બ્યુટી કોમ્પિટિશન પહેલ સંબંધિત મહત્ત્વની બાબતો

 • આ પહેલનો હેતુ ભારતના શહેરો અને વોર્ડ દ્વારા સુંદર, નવીન અને સમાવિષ્ટ જાહેર જગ્યાઓ બનાવવા માટે કરવામાં આવેલા પરિવર્તનના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો અને ઓળખવાનો છે.
 • સિટી બ્યુટી કોમ્પિટિશન પહેલ અંતર્ગત, શહેરોના વોર્ડ અને જાહેર સ્થળોને નીચે મુજબના 5 વ્યાપક સ્તંભોના આધારે નક્કી કરવામાં આવે છે:
 1. ઉપલબ્ધતા
 2. સુવિધાઓ
 3. પ્રવૃત્તિઓ
 4. સૌંદર્યીકરણ
 5. ઇકોલોજી
 • આ પહેલ અંતર્ગત વિવિધ શહેરોના સૌથી સુંદર સાર્વજનિક સ્થળો જેવા કે વોટરફ્રન્ટ્સ, ગ્રીન સ્પેસ, પ્રવાસી અથવા ઐતિહાસિક ધરોહર સ્થળો અને બજાર/વાણિજ્યિક સ્થળોને પ્રથમ પુરસ્કાર આપવામાં આવશે ત્યારબાદ રાષ્ટ્રીય સ્થળ પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

Leave a Comment

Share this post