GMDC દ્વારા કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્સ (CEI) લોન્ચ

GMDC દ્વારા કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્સ (CEI) લોન્ચ

  • અગ્રણી ખાણકામ એન્ટરપ્રાઇઝ – PSU અને દેશમાં સૌથી વધુ લિગ્નાઇટ વિક્રેતા એવા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) એ તાજેતરમાં કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્સ(CEI) લોન્ચ કર્યો છે, જેનો હેતુ ગ્રાહક સાથેના સંબંધ વધુ સુદૃઢ કરવાનો અને ગ્રાહકને સંતોષકારક સેવા આપવાનો છે. આ ઇન્ડેક્સ 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવ્યો છે.
  • અગાઉ લિગ્નાઇટના હાલના ઉદ્યોગ અને નોંધાયેલી ક્ષમતા પ્રણાલી આધારે પ્રમાણસર ધોરણે લિગ્નાઇટ ક્વોટાની ફાળવણી થતી હતી, હવે CEI સ્કોરનો ઉપયોગ કરી ગ્રાહકોને લિગ્નાઇટ ક્વોટાની ફાળવણી કરવામાં આવશે.
  • કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્સ(CEI) ગ્રાહકોની પસંદગીઓ અને જરૂરિયાતોમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે.

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(GMDC)

  • GMDCની સ્થાપના 15 મે, 1963ના રોજ થઇ હતી.
  • ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ સ્થિત ભારતીય રાજ્ય-માલિકીની ખનીજ અને લિગ્નાઇટ માઇનિંગ કંપની છે.
  • તેની ઉત્પાદન શ્રેણીમાં લિગ્નાઇટ, બેઝ મેટલ્સ, બોક્સાઇટ અને ફ્લોરસ્પાર જેવા ઔદ્યોગિક ખનીજો જેવા આવશ્યક ઊર્જા ખનીજોનો સમાવેશ થાય છે.
  • ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ભારતના અગ્રણી માઇનિંગ પ્લેયર્સમાંનું એક છે. સરકારી માલિકીની આ કંપની પાસે હાલમાં કચ્છ, દક્ષિણ ગુજરાત અને ભાવનગર પ્રદેશમાં પાંચ લિગ્નાઇટ ખાણો કાર્યરત છે.

Leave a Comment

Share this post