નાણા મંત્રાલય દ્વારા કરાર આધારિત વિવાદોના સમાધાન માટે વિવાદ સે વિશ્વાસ – 2 યોજનાની શરૂઆત

નાણા મંત્રાલય દ્વારા કરાર આધારિત વિવાદોના સમાધાન માટે વિવાદ સે વિશ્વાસ – 2 યોજનાની શરૂઆત

  • નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ (Department of Expenditure) દ્વારા તાજેતરમાં સરકાર અને સરકારી ઉપક્રમોના બાકી રહેલા કરારના વિવાદોના સમાધાન માટે વિવાદ સે વિશ્વાસ – 2 (કરાર આધારિત વિવાદો) યોજના શરૂઆત કરવામા આવી હતી. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2023 – 24મા વિવાદ સે વિશ્વાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
  • આ યોજનાનો ઉદ્દેશ વ્યાપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાનો છે તેમજ તે 30 સપ્ટેમ્બર, 2022 સુધીના વિવાદોને આવરી લેશે, ઉપરાંત મુકદ્દમાના બેકલોગને દૂર કરશે અને ખાનગી પક્ષો સાથે સરકારના કરારના વિવાદોને પણ ઉકેલશે.

વિવાદ સે વિશ્વાસ – 2 (કરાર આધારિત વિવાદો) યોજના સંબંધિત મહત્વની બાબતો

  • વિવાદ સે વિશ્વાસ – 2 યોજના હેઠળ દાવા સબમિટ કરવાની અંતિમ તારીખ 31મી ઓક્ટોબર 2023 છે. આ યોજના અંતર્ગત વિવાદ પતાવટ માટેની અરજી કોન્ટ્રાક્ટરોએ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ થકી કરવાની હોય છે. આ યોજના 15 જુલાઈથી 31 ઓક્ટોબર 2023 સુધી માન્ય છે.

વિવાદ સે વિશ્વાસ – 2 યોજના માટે યોગ્યતાના માપદંડ

  • આ યોજના ભારત સરકાર અથવા તેના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ સાથે સંકળાયેલા ઘરેલું કરાર વિવાદો માટે લાગુ પડે છે.
  • 31મી જાન્યુઆરી 2023 સુધી જારી કરાયેલા આર્બિટ્રલ એવોર્ડ અને 30મી એપ્રિલ 2023 સુધી કોર્ટના પુરસ્કારો સાથેના વિવાદો સમાધાન માટે પણ પાત્ર છે.
  • પાત્ર દાવાઓની પ્રક્રિયા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ દ્વારા જ કરવામાં આવશે. રેલ્વે મંત્રાલયના બિન ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ સિવાયના કરારો માટે, કોન્ટ્રાક્ટરો તેમના દાવા ભારતીય રેલ્વે ઇ-પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ પર નોંધાવી શકે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post