દેશમાં પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોન્ચ

દેશમાં પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોન્ચ

  • નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (NSE)ની પેટાકંપની NSE Indices Ltd એ દેશનો પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે. તેને નિફ્ટી ઈન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સ(IBMX) નામ આપવામાં આવ્યું છે.હવે મ્યુનિસિપલ બોન્ડનું ટ્રેકિંગ અને ટ્રેડિંગ પહેલા કરતાં વધુ સરળ બનશે.બોન્ડનું ક્રેડિટ રેટિંગ પણ આ ઇન્ડેક્સમાં જશે.
  • બેંગલુરુમાં મ્યુનિસિપલ ડેટ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) વર્કશોપમાં ઈન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. હાલમાં નિફ્ટી ઈન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સમાં 10 મ્યુનિસિપલ કોર્પોરેશનના 28 બોન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.તમામનું રેટિંગ AA કેટેગરીના છે. આ ઇન્ડેક્સમાં પ્રાઇસ રિટર્ન અને કૂપન રિટર્ન ઉમેરવામાં આવ્યા છે. તેની બેઝ ડેટ 1 જાન્યુઆરી, 2021 રાખવામાં આવી છે અને બેઝ વેલ્યુ 1,000 રૂપિયા છે. દર ત્રણ મહિને ઈન્ડેક્સની સમીક્ષા પણ કરવામાં આવશે. તેના કારણે મહાનગરપાલિકાને નવા પ્રોજેક્ટ માટે માર્કેટમાંથી નાણાં એકત્ર કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હતા, પરંતુ હવે આ કામ સરળ બન્યું છે.

મ્યુનિસિપલ બોન્ડ

  • મ્યુનિસિપલ બોન્ડ ભારતમાં સૌપ્રથમ 1997માં જારી કરવામાં આવ્યા હતા, 74 મા બંધારણીય સુધારા દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓનું વિકેન્દ્રીકરણ અને તેમને સ્વાયત્તતા આપ્યાના પાંચ વર્ષ પછી બેંગલુરુ MC એ 1997 માં ભારતમાં પ્રથમ વખત મ્યુનિસિપલ બોન્ડ શરૂ કર્યા હતા. 1998માં રૂ. 100 કરોડના મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર અમદાવાદ દક્ષિણ એશિયાનું પ્રથમ શહેર હતું. 2018માં રૂ. 450 કરોડના બોન્ડ જાહેર કરનાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતનું બીજું શહેર હતું. હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) આ પદ્ધતિનો ઉપયોગ કરનારી ગુજરાતની ત્રીજી શહેરી સ્થાનિક સંસ્થા.

Leave a Comment

TOPICS : ,

Share this post