‘સાગર સમૃદ્ધિ’ લોન્ચ

‘સાગર સમૃદ્ધિ’ લોન્ચ

  • કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી (MoPSW) અને આયુષ શ્રી સર્બાનંદ સોનોવાલે પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે તેમજ મંત્રાલયની ‘વેસ્ટ ટુ વેલ્થ’ પહેલને વેગ આપવા માટે ‘સાગર સમૃદ્ધિ’ – ઑનલાઇન ડ્રેજિંગ(કાંપ-નિકાલ) મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી. ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમનો ઉદ્દેશ MoPSW ના ‘વેસ્ટ ટુ વેલ્થ’ ઝુંબેશને વેગ આપવાનો છે ‘
  • PM શ્રી નરેન્દ્ર મોદીના ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટના વિઝનને અનુસરીને, સિસ્ટમમાં માનવ ભૂલને ઘટાડવા માટે સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે. આ સિસ્ટમ MoPSWની તકનીકી શાખા – નેશનલ ટેક્નોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સ (NTCPWC) દ્વારા વિકસાવવામાં આવી છે.
  • નવી ટેકનોલોજી ડ્રાફ્ટ એન્ડ લોડિંગ મોનિટર (DLM) સિસ્ટમની જૂની સિસ્ટમ સામે નોંધપાત્ર સુધારો લાવવામાં સહાય કરશે. મોનિટરિંગ સિસ્ટમથી સારી ઉત્પાદકતા, બહેતર કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ વેલ્થ કન્સેપ્ટ સાથે ડ્રેજ્ડ મટિરિયલના અસરકારક પુનઃઉપયોગને સક્ષમ કરી શકાશે.

Leave a Comment

Share this post