સ્પેસએક્સ ડ્રેગન ક્રૂ-6 મિશનનું લોન્ચિંગ રદ

સ્પેસએક્સ ડ્રેગન ક્રૂ-6 મિશનનું  લોન્ચિંગ રદ

  • સ્પેસએક્સ ડ્રેગન ક્રૂ-6 મિશન ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જવા ઉડાન ભરવાનું હતું તે રદ્દ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ સિસ્ટમમાં ખામી સર્જાતા રોકેટનું લોન્ચિંગ રદ કરવામાં આવ્યું છે. સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ કે જે NASA અવકાશયાત્રીઓ, એક રશિયન અવકાશયાત્રી અને એક સંયુક્ત આરબ અમીરાતના આવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર લઈ જવાનું હતું. ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ, જેને એન્ડેવર કહેવામાં આવે છે તેમાં હતું.
  • આ મિશન હેઠળ NASAના સ્ટીફન બોવેન અને વોરેન હોબર્ગ, રશિયાના એન્ડ્રે ફદેવ અને સંયુક્ત આરબ અમીરાતના સુલતાન અલ-ન્યાદી સ્પેસ સ્ટેશન પર છ મહિના સુધી રહેવાના છે. નેયાદી અરબ દેશના ચોથા અવકાશયાત્રી હશે અને સંયુક્ત આરબ અમીરાતના બીજા અવકાશયાત્રી હશે.

વિશેષ

  • UAEના પ્રથમ અવકાશયાત્રી : હઝા અલ મન્સૌરી (2019)
  • સાઉદી અરેબિયાની પ્રથમ મહિલા અવકાશયાત્રી : રાયના બર્નાવી
  • વર્ષ 1985માં સાઉદી ક્રાઉન પ્રિન્સ સુલતાન બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ પણ અમેરિકાના સ્પેસ મિશન સાથે અવકાશમાં ગયા હતા અને આ રીતે તેઓ અવકાશમાં જનારા પ્રથમ આરબ મુસ્લિમ બન્યા હતા.

Leave a Comment

Share this post