લાયોનલ મેસ્સીએ લોરિયસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો

આર્જેન્ટિનાના પ્રોફેશનલ ફૂટબોલર અને લીગ 1 ક્લબ પેરિસ સેન્ટ-જર્મૈન (PSG) ના ફોરવર્ડ લાયોનલ મેસ્સીને 2023 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે.

 • જમૈકન ટ્રેક અને ફિલ્ડ સ્પ્રિંટર, શેલી-એન ફ્રેઝર-પ્રેઈસે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર 2023 જીત્યો છે.
 • ફ્રાન્સના પેરિસમાં 8મી મે 2023ના રોજ આયોજિત સમારોહમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2023ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.
 • લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ રમતગમત ક્ષેત્રનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન છે.
 • લોરિયસ એવોર્ડ્સ 2023 એ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સની 24મી આવૃત્તિ છે.
 • આ બીજી વખત છે જ્યારે લિયોનેલ મેસ્સીને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 • 2020 માં તેને બ્રિટિશ રેસ કાર ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન સાથે આ એવોર્ડ સંયુક્ત રીતે અપાવામાં આવ્યો હતો .
 • લાયોનલ મેસ્સી એક જ વર્ષે (2023)માં ટીમ અને વ્યક્તિગત એવોર્ડ જીતનાર પ્રથમ વ્યક્તિ પણ બન્યો.
 • 2020 સમારોહમાં, આર્જેન્ટિનાના લિયોનેલ મેસી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર બન્યો.
 • ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલી આર્જેન્ટિના ટીમને બેસ્ટ ટીમ ઓફ ધ યર તરીકે પણ પસંદ કરવામાં આવી હતી.

લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2023ના વિજેતાઓની યાદી

શ્રેણી વિજેતા રમતગમત
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટમેન ઓફ ધ યર લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) ફૂટબોલ
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટવુમન ઓફ ધ યર શેલી-એન ફ્રેઝર-પ્રાઈસ (જમૈકા) એથ્લેટિક્સ – ટ્રેક અને ફીલ્ડ દોડવીર
લોરિયસ વર્લ્ડ ટીમ ઑફ ધ યર આર્જેન્ટિના મેન્સ ફૂટબોલ ટીમ ફૂટબોલ
લોરિયસ વર્લ્ડ બ્રેકથ્રુ ઓફ ધ યર કાર્લોસ અલ્કારાઝ (સ્પેન) ટેનિસ
લોરિયસ વર્લ્ડ કમબેક ઓફ ધ યર ક્રિશ્ચિયન એરિક્સન (ડેનમાર્ક) ફૂટબોલ
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટપર્સન ઓફ ધ યર વિથ એ ડિસેબિલિટી કેથરિન ડેબ્રુનર (સ્વિટ્ઝર્લેન્ડ) પેરા એથ્લેટિક્સ – વ્હીલચેર રેસર
લોરિયસ વર્લ્ડ એક્શન સ્પોર્ટપર્સન ઓફ ધ યર ઇલીન ગુ (ચીન) ફ્રીસ્ટાઇલ સ્કીઇંગ
લોરિયસ સ્પોર્ટ ફોર ગુડ Teamup વૈશ્વિક

શું છે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ

 • આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ રમતમાં નોંધપાત્ર દેખાવ કરવા બદલ સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ અપાય છે.
 • આ એવોર્ડ ખેલ જગતનો બહુ મોટો પુરસ્કાર છે.
 • તેની સ્થાપના 1999માં લોરિયસ સ્પોર્ટ ફોર ગુડ ફાઉન્ડેશનના સ્થાપક ડેમલર અને રિચેમોન્ટ દ્વારા કરવામાં આવી હતી.
 • પ્રથમ સમારોહ 25 મે 2000 ના રોજ મોન્ટે કાર્લોમાં યોજાયો હતો.

અન્ય માહિતી

 • 2004માં ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનની સાથે લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
 • વિનેશ ફોગાટને 2018માં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી હતી. આ એવોર્ડ્સ માટે નોમિનેટ થનારી તે પહેલી ભારતીય હતી.
 • ” લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ (2000–2020)“: સચિન તેંડુલકર
 • આ પુરસ્કાર મોટે ભાગે ‘ટેનિસ પ્લેયર’ (11 પુરસ્કારો) દ્વારા પ્રાપ્ત થયો હતો જ્યારે ‘ફોર્મ્યુલા વન’ અને ‘એથ્લેટ્સ’ એ ચાર એવોર્ડ જીત્યા છે.
 • રોજર ફેડરરને આ પુરસ્કાર અન્યોની સરખામણીમાં સૌથી વધુ વખત (5 વખત) મળ્યો છે.

Leave a Comment

Share this post