ભગવાન શ્રી દેવનારાયણજી

  • રાજસ્થાનના ભીલવાડા ખાતે 27 જાન્યુઆરીના રોજ, ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા ‘અવતરણ મહોત્સવ’ની ઊજવણી કરવામાં આવી હતી. તેમનો જન્મ ઇ.સ. 1243માં માલસારી ખાતે ગુર્જર જ્ઞાતિમાં થયો હતો.
  • મુખ્યત્ત્વે રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં લોકો તેમને દેવતા તરીકે પૂજે છે. આસિંદ, ભીલવાડા ખાતે તેમનું ભવ્ય મંદિર આવેલું છે. અને દર વર્ષે તેમના જન્મ દિવસે અહીં ખીર અને ચુરમા ચઢાવીને તેમની પૂજા કરવામાં આવે છે.
  • દેવનારાયણજી ભારતના રાજસ્થાન રાજ્યના ગુર્જર યોદ્ધા હતા, જેમણે બૈસાલા કુળની સ્થાપના કરી હતી. પૌરાણિક કથાઓ અનુસાર તેમને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે, અને લોકો તેમની પૂજા લોક દેવતા તરીકે કરે છે.
  • રામાયણ અને રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામની સમગ્ર કથા જે રીતે સમજાવવામાં આવી છે. તેવી જ રીતે, દેવનારાયણ જી અને તેમના પિતા સવાઈ રાજા ભોજની વાર્તા ‘દેવનારાયણ કી ફડ’માં કહેવામાં આવી છે. આમાં, આખી કથા વાર્તાઓરૂપે અદ્ભુત ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

Leave a Comment

Share this post