L&T/GRSE દ્વારા Survey Vessels (Large) Projectનું ચોથું ‘સંશોધક’ જહાજ લોન્ચ

L&T/GRSE દ્વારા Survey Vessels (Large) Projectનું ચોથું ‘સંશોધક’ જહાજ લોન્ચ

  • L&T/ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) લિમિટેડ દ્વારા ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલા Survey Vessels (Large) (SVL) Project પ્રોજેક્ટના ચાર જહાજોમાંથી ચોથું ‘સંશોધક’ ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ કરાયેલા જહાજોમાં અંજદીપ, 3જી એન્ટિ-સબમરીન શૅલો વોટર ક્રાફ્ટ (ASWSWC), અને સંશોધક, ચોથા સર્વે વેસલ લાર્જ (SVL) હતા.
  • સંરક્ષણ મંત્રાલય અને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) વચ્ચે 30 ઓક્ટોબર, 2018 ના રોજ ચાર SLV : Survey Vessels (Large) શિપોને બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટના પ્રથમ ત્રણ જહાજો, સંધ્યાક, નિર્દેશક અને ઇક્ષક અનુક્રમે 05 ડિસેમ્બર 21, 26 મે 22 અને 26 નવેમ્બર 22 ના રોજ લોન્ચ કરવામાં આવ્યા હતા.
  • SVL જહાજો હાલના સંધાયક વર્ગના સર્વે જહાજોની જગ્યા લેશે જેમાં દરિયા વિષયક ડેટા એકત્રિત કરવા માટે નવી પેઢીના હાઇડ્રોગ્રાફિક સાધનો હશે. સર્વે વેસલ (મોટા) જહાજો 3,400 ટનના વિસ્થાપન સાથે 110 મીટર લાંબા, 16 મીટર પહોળા છે.
  • આ જહાજોનું હલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત સ્વદેશી રીતે વિકસિત DMR 249-A સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે.

Leave a Comment

Share this post