ચીન ભારતીય સરહદ નજીક માબ્જા ઝાંગ્બો નદી પર ડેમ બનાવી રહ્યું છે

જીઓસ્પેશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચર ડેમિયન સિમોને દાવો કર્યો છે કે સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે ચીન માબ્જા ઝાંગબો નદી પર નવો બંધ બાંધી રહ્યું છે.
  • સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે 2021 થી તિબેટના બુરાંગ કાઉન્ટીમાં માબ્જા ઝંગબો નદી પર કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમનું બાંધકામ પૂર્ણ થયું નથી, તે ભવિષ્યમાં પાણીના સપ્લાય પર ચીનના વર્ચસ્વ અંગે પ્રશ્નો ઉભા કરે છે.
  • ડેમ ભારત-નેપાળ-ચીન સરહદ ટ્રાઇ-જંકશનના ઉત્તરમાં થોડા કિલોમીટરના અંતરે આવેલો છે.
  • આ નવો ડેમ ટ્રાઇ-જંકશનની ઉત્તરે 16 કિમી દૂર સ્થિત છે અને ઉત્તરાખંડના કાલાપાની વિસ્તારની સામે છે.
  • આ બંધ ગંગાની ઉપનદી માબ્જા ઝાંગ્બો નદી પર છે.
  • ભારતમાં ગંગા નદીમાં જોડાય તે પહેલાં માબ્જા ઝંગબો નદી નેપાળની ઘાઘરા અથવા કરનાલી નદી સાથે જોડાય છે.

ભારત માટે ચિંતાનું કારણ

  • પાણી પર પ્રભુત્વ– ચીન જળાશય સાથે ડેમ પણ બાંધી રહ્યો છે, જે પાણી પરના ચીનના પ્રભુત્વને વધારે છે.
  • લશ્કરના સ્થાપનાની સંભાવના – અહી પાણીની સાથે ચીન લશ્કરી છાવણીની પણ સ્થાપના કરી શકે છે, અરુણાચલ પ્રદેશમાં યાર્લુંગ ઝાંગબો નદી પર ચીને આપ્રકારની નીતિ જ અપનાવી હતી.
  • પાણીની અછત–  આ બંધથી ચીન ભારત અને નેપાળના પ્રદેશોમાં પાણીની કૃત્રિમ અછત સર્જી શકે છે. આ ઉપરાંત ઘાઘરા અને કરનાલી નદીમાં પાણીનું સ્તર કૃત્રિમ રીતે ઘટાડી શકાય છે.
  • ચીન દ્વારા વિવાદિત ક્ષેત્ર પર દાવો– આ ડેમ સરહદની નજીક આવેલો છે, જે ભવિષ્યમાં વિવાદિત ક્ષેત્ર પરનો ચીનનો દાવો મજબૂત કરી શકે છે.

Leave a Comment

Share this post