મદભૂષી અનંતસયનમ આયંગર

  • મદભૂષી અનંતસયનમ આયંગર એટલે કે એમ.એ. આયંગર આઝાદી બાદ ગણેશ વાસુદેવ માવળંકર બાદ ભારતના બીજા લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1891ના રોજ આંધ્રપ્રદેશના ચિત્તૂરના તિરુચાનુર ખાતે અને મૃત્યુ 19 માર્ચ, 1978ના રોજ થયું હતું.
  • તેમણે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ અસ્પૃશ્યતા, જાતિપ્રથા અને દલિતોના ઉત્થાન અંગેના મુદ્દાઓ અંગે અસહકાર ચળવળ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
  • આયંગરે વર્ષ 1922માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અને વર્ષ 1934માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ચૂંટાયા હતા. તેમને ‘એમ્ડેન ઑફ ધ એસેમ્બલી’ નામે પણ ઓળખવામાં આવે છે. તેમના પુસ્તકનું નામ ‘અવર પાર્લામેન્ટ’ છે.
  • તેઓ વર્ષ 1952માં લોકસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે સર્વાનુમતે ચૂંટાયા હતા. ભૂતપૂર્વ સ્પીકર દાદાસાહેબ માવળંકરના અવસાન પછી, અનંતસયનમ આયંગર 8મી માર્ચ, 1956ના રોજ લોકસભાના સ્પીકર બન્યા હતા.
  • તેઓ સંસદીય પ્રતિનિધિમંડળના નેતા તરીકે વર્ષ 1956માં ચીનની મુલાકાતે પણ ગયા હતા. તેમણે 1957માં ભારતમાં પ્રથમ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. વર્ષ 1962થી 1967 સુધી આયંગરે બિહારના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
  • તેમની સ્મૃતિમાં મદભૂષી અનંતસયનમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક અફેર્સ (MAIPA)ની સ્થાપના કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post