માંગડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ

તાજેતરમાં જ ભારતની સહાયથી ભુતાનમાં સ્થાપિત કરવામાં આવેલા માંગડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને ભુતાનના ડૂક ગ્રીન પાવર કોર્પોરેશન(DGPC)ને સોંપવામાં આવ્યો હતો.

  • 720 મેગાવોટના માંગડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ સહિત ભારત અને ભુતાન બંને દેશોએ કુલ ચાર મેગા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

મુખ્ય મુદ્દા

  • મધ્ય ભુતાનના ટ્રોંગસા જિલ્લામાં માંગડેછુ નદી પર આવેલ 720 મેગાવોટનો માંગડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હિમાલયન દેશ ભુતાન માટે ખૂબજ અગત્યનો માનવામાં આવે છે.
  • વર્ષ 2019 માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ભુતાનના સમકક્ષ લોટે શેરિંગ દ્વારા સંયુક્ત રીતે આ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે ભારત સરકારે નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડી હતી.
  • આ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના અમલીકરણથી ભુતાનની પાવર ઉત્પાદન ક્ષમતામાં આશરે 44% જેટલો વધારો થયો છે. જે હાલમાં 2,326 મેગા વોટ્સ છે.
  • પ્રોજેક્ટ ચાલુ થયા પછી 9,000 મિલિયન યુનિટથી વધુ ઊર્જાનું ઉત્પાદન થયું છે, જે દર વર્ષે 4 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવે છે.
  • એક અંદાજ મુજબ આ પ્રોજેક્ટે વર્ષ 2020માં ભુતાનની હાઇડ્રોપાવર આવકમાં 31%નો વધારો કર્યો હતો તથા વર્ષ 2021માં તેણે ભારતમાં રૂ. 13 બિલિયનની વીજળીની નિકાસ કરી હતી.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 દરમિયાન આ પ્રોજેક્ટને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ, લંડન તરફથી સિવિલ એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠતા તથા સામાજિક અને પર્યાવરણીય ઓળખપત્રોની માન્યતા સાથે બ્રુનેલ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
  • ગ્રોસ નેશનલ હેપીનેસની ફિલસૂફી પર આધારિત ભુતાનના આર્થિક વિકાસ અને વૃદ્ધિમાં હાઇડ્રોપાવર સેક્ટરનો ફાળો જોતા આ પ્રોજેક્ટનું અમલીકરણ વધુ અગત્યનું અને નોંધપાત્ર બન્યું છે.

ભારત અને ભુતાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અગત્યના ચાર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ

1 માંગડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ 720 મેગાવોટ
2 ખોલોંગછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ 600 મેગાવોટ
3 પુનાત સાંગ છું – 1 1,200 મેગાવોટ
4 પુનાત સાંગ છું – 2 1,020 મેગાવોટ

Leave a Comment

Share this post