મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યુ

મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

  • જેમાં મેન્ગ્રુવના વાવેતર, કાર્બન ક્રેડીટ, લોક ભાગીદારીથી ગ્રેટ ગ્રીનવોલ ઓફ ગુજરાત માટેના ત્રણ કંપનીઓ સાથે ત્રિપક્ષી MOU કરાયા છે
  • પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes (MISHTI) યોજના જાહેર કરવામાં આવી છે.
  • જે અંતર્ગત દેશનાં ૧૧ રાજ્યો અને ૦૨ કેન્દ્રશાસીત પ્રદેશોમાં વર્ષ 2023થી શરૂ કરી પાંચ વર્ષમાં વાવેતરની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ તેમજ સંશાધનોનો સુવ્યવસ્થિત ઉપયોગ કરી આશરે 540 ચો.કી.મી. વિસ્તારમાં મેન્ગ્રુવનું વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દેશમાં પ્રથમ વાર ગુજરાતમાં “Coastal Security- MISHTI Initiative” અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • MISHTI યોજના અંતર્ગત વિવિધ સંસ્થાઓ સાથે MOU કરનાર પણ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે
  • વન સહભાગી મંડળીની જેમ જ મેન્ગ્રુવ સહભાગી મંડળીઓ બનાવી તેના દ્વારા મેન્ગ્રુવનાં વાવેતર તેમજ સંરક્ષણ કરવામાં આવશે.
  • આ સ્કીમ તટવર્તીય ક્ષેત્રોમાં મૈંગ્રોવના જંગલોનું સંરક્ષણ કરવા સાથે સંકળાયેલ છે.
  • એહમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડીને ગુજરાત સરકાર દ્વારા બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવામાં આવશે.

Leave a Comment

Share this post