કિરેન રિજિજુના સ્થાને મેઘવાલ કાયદા પ્રધાન બનશે

કિરેન રિજિજુના સ્થાને મેઘવાલ કાયદા પ્રધાન બનશે

  • કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવીને તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. PM નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટમાં ફેરબદલને મંજૂરી આપી દીધી છે. કિરેન રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
  • તે જ સમયે, રિજિજુના સ્થાને, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. રિજિજુ અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ છે.

એસ.પી.સિંહ બઘેલને સ્વાસ્થ્ય મંત્રીની જવાબદારી સોંપાઈ

  • પ્રધાનમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રપતિએ રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલને કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રીના બદલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

Leave a Comment

Share this post