પુરુષ હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી- 2023

પુરુષ હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી- 2023

  • એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 હોકી ટુર્નામેન્ટ 3 થી 12 ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈ ખાતે ભારતમાં યોજાશે. 2007માં એશિયા કપ યોજાયા બાદ ચેન્નાઈમાં આયોજિત થનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી સ્પર્ધા હશે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2021 માં બાંગ્લાદેશના ઢાકામાં યોજાઈ હતી.
  • મેન્સ હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી એ એશિયાની પુરુષોની ટીમો માટે દ્વિવાર્ષિક હોકી ટુર્નામેન્ટ છે. તે સૌપ્રથમવાર 2011માં યોજવામાં આવી હતી અને તેનું આયોજન એશિયન હોકી ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સૌથી સફળ ટીમો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે 2011 અને 2016માં ખિતાબ જીત્યો હતો અને પાકિસ્તાન 2012 અને 2013માં ચેમ્પિયન બન્યું હતું.

Leave a Comment

TOPICS : ,

Share this post