મેટાએ લોન્ચ કરી થ્રેડ્સ એપ

મેટાએ લોન્ચ કરી થ્રેડ્સ એપ

  • મેટા (META) દ્વારા થ્રેડ્સ (Threads) એપ (App) લોન્ચ કરવામાં આવી છે. મેટાએ ભારત સહિત 100 થી વધુ દેશોમાં Threads એપ લોન્ચ કરી છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર સામે મેટાની થ્રેડ્સ એપ સ્પર્ધામાં ઉતરી છે. થ્રેડ્સ મેટા દ્વારા એકલ ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ તમે આ એપમાં ઇન્સ્ટાગ્રામ સાથે પણ લૉગિન કરી શકો છો. ‘થ્રેડ્સ’ દ્વારા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જેનાં પર ટેક્સ્ટ અને સંવાદ પર વધુ ધ્યાન આપવામાં આવશે. આ એપમાં પોસ્ટ માટે અક્ષર મર્યાદા 500 નક્કી કરવામાં આવી છે, જ્યારે ટ્વિટર પર તે 280 છે.
  • થ્રેડ્સ પર તમે પાંચ મિનિટ સુધીની લિંક્સ, ફોટો અને વીડિયો શેર કરી શકો છો. આ એપ લોન્ચ થયાના સાત કલાકની અંદર જ દસ મિલિયનથી વધુ લોકોએ પ્લેટફોર્મ પર સાઈન અપ કર્યું હતું. 24 કલાકમાં જ ઈલોન મસ્કે મેટા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.
  • ટ્વિટરના પ્રતિનિધિ કાઉન્સેલ એલેક્સ સ્પિરોએ મેટા પર કોપીકેટ એપ્લિકેશન બનાવવા માટે ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીઓની ભરતી કરીને ટ્વિટરના ટ્રે઼ડ સિક્રેટ તેમજ અન્ય રીતે કેટલીક વસ્તુઓનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.

Leave a Comment

TOPICS : ,

Share this post