ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા હેતુ વિચારો, ઉકેલો અને કાર્યોને પ્રોત્સાહિત કરવા ‘પ્રજ્જવલા ચેલેન્જ’ની શરૂઆત

ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા હેતુ વિચારો, ઉકેલો અને કાર્યોને પ્રોત્સાહિત કરવા પ્રજ્જવલા ચેલેન્જની શરૂઆત

 • ગ્રામીણ વિકાસ મંત્રાલયના મુખ્ય ગરીબી નાબૂદી કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(DAY – NRLM) દ્વારા તાજેતરમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે તેવા વિચારો, ઉકેલો અને કાર્યોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે ‘પ્રજ્જવલા ચેલેન્જ – અનલોક ધ રૂરલ ઇકોનોમિક ઓપર્ચ્યુનિટી’ની શરૂઆત કરવામાં આવી હતી.

પ્રજ્જવલા ચેલેન્જ

 • પ્રજ્જવલા ચેલેન્જ એ ભારતમાં ગ્રામીણ આર્થિક પરિવર્તન માટે નવા નવીનતમ અને માળી શકાય તેવા માર્ગો રજૂ કરવા માટે વિચારોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેની પ્રથમ રાષ્ટ્રવ્યાપી પહેલ છે.
 • આ ચેલેન્જ અંતર્ગત શોર્ટલિસ્ટ કરાયેલા વિચારોને સ્વીકારવામાં આવશે તેમજ વિષય નિષ્ણાતોની ટીમ તરફથી તેમને ઇન્ક્યુબેશન સપોર્ટ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે.
 • પ્રજ્જવલા ચેલેન્જ અંતર્ગત ટોચના 5 વિચારકોને 2 લાખ રૂ.નું ઇનામ આપવામાં આવશે તેમજ આ ચેલેન્જમાં વિજેતાઓની 8 માર્ચ 2023ના રોજ જાહેરાત કરવામાં આવશે.
 • પ્રજ્જવલા ચેલેન્જ અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવેલા વિવિધ વિચારોના ક્ષેત્રોઃ
 1. સામુદાયિક મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરવું.
 2. સ્થાનિક મોડલ્સ
 3. ટકાઉપણું
 4. ખર્ચ અસરકારક ઉકેલો
 5. બહુક્ષેત્રીય વિચારો અને ઉકેલો
 • ગ્રામીણ મંત્રાલય અનુસાર પ્રજ્જવલા ચેલેન્જ એક એવું પ્લેટફોર્મ છે જે વ્યક્તિઓ, સામાજિક સાહસો, સ્ટાર્ટઅપ્સ, ખાનગીક્ષેત્ર, સમુદાય આધારિત સંસ્થાઓ, ઇન્ક્યુબેશન કેન્દ્રો અને ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો પાસેથી વિચારોને સ્વીકારે છે.

Leave a Comment

Share this post