71મી મિસ યુનિવર્સ સ્પર્ધા 2022 : અમેરિકાની આર બોની ગેબ્રિયલ વિજેતા

71મી મિસ યુનિવર્સ સ્પર્ધા 2022

  • અમેરિકાની આર બોની ગેબ્રિયલને 71મી મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવવામાં આવ્યો છે.
  • મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુ(Harnaz Sandhu)એ તેનો તાજ ગેબ્રિયલને તાજ પહેરાવ્યો હતો.
  • વેનેઝુએલાની અમાન્દા ડુડામેલ સ્પર્ધામાં પ્રથમ રનર અપ જાહેર થઈ હતી.
  • ડોમિનિકન રિપબ્લિકની એંડ્રિના માર્ટિનેઝ સેકન્ડ રનર અપ બની હતી.
  • આ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ દિવિતા રાયએ કર્યું હતું જે ટોપ 16 સુધી પહોંચી હતી.
  • મિસ યુનિવર્સ 2022 ની 71મી આવૃત્તિનું આયોજન અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન શહેરમાં કરવામાં આવ્યું હતું.
  • આ વખતે મિસ યુનિવર્સનો તાજ ખૂબ જ ખાસ છે. આ વખતે તાજને `ફોર્સ ફોર ગુડ` નામ આપવામાં આવ્યું છે.

મિસ યુનિવર્સ સ્પર્ધા વિશે

  • મિસ યુનિવર્સ સ્પર્ધાની શરૂઆત વર્ષ 1952માં થઈ હતી.
  • આ સ્પર્ધાનું પ્રથમ ટાઇટલ આર્મી કુસેલાએ જીત્યું હતું.
  • અમેરિકાની મિસ યુનિવર્સ સંસ્થા આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરે છે.

  

Leave a Comment

Share this post