મોહમદ સાહાબુદ્દીને બાંગ્લાદેશના 22માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

મોહમદ સાહાબુદ્દીને બાંગ્લાદેશના 22માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

  • પીઢ સ્વાતંત્ર્ય સેનાની, ન્યાયશાસ્ત્રી અને રાજકારણી મોહમદ સાહબુદ્દીને 24 એપ્રિલ 2023ના રોજ ઢાકામાં બાંગ્લાદેશના 22માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. બંગભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક પ્રભાવશાળી સમારોહમાં શિરીન શર્મિન ચૌધરીએ પદના શપથ લેવડાવ્યા હતા.  તેમના પત્ની  રેબેકા સુલતાના બાંગ્લાદેશ સરકારની ભૂતપૂર્વ સંયુક્ત સચિવ છે.
  • મોહમદ સાહાબુદ્દીનનો જન્મ 10 ડિસેમ્બર, 1949ના રોજ બાંગ્લાદેશના પબના શહેરમાં થયો હતો. તેમનું ઉપનામ ચુપુ છે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને ભ્રષ્ટાચાર વિરોધી કમિશનર (ACC) તરીકે સેવા આપી હતી. મોહમદ સાહાબુદ્દીને 1966માં 6-પોઈન્ટ ચળવળ, 1967માં ભુટ્ટા (મકાઈ) ચળવળ, 1969માં સામૂહિક બળવો, 1970ની ચૂંટણી અને 1971માં મુક્તિ યુદ્ધમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
  • બાંગ્લાદેશ અને ભારત 4,096-કિલોમીટર-લાંબી (2,545 માઇલ) આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે વિશ્વની પાંચમી સૌથી લાંબી જમીન સરહદ છે.

નવા નિયુક્ત વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ

  • UAE ના ઉપરાષ્ટ્રપતિ – શેખ મન્સૂર બિન ઝાયેદ અલ નાહયાન
  • નેપાળના ત્રીજા ઉપરાષ્ટ્રપતિ – રામ સહાય પ્રસાદ યાદવ
  • નેપાળના રાષ્ટ્રપતિ – રામ ચંદ્ર પૌડેલ
  • નેપાળના વડા પ્રધાન – પુષ્પ કમલ દહલ
  • કુવૈતના વડા પ્રધાન – શેખ અહમદ નવાફ અલ-સબાહ
  • વિયેતનામના રાષ્ટ્રપતિ – વો વેન થુઓંગ
  • ક્યુબાના રાષ્ટ્રપતિ : મિગુએલ ડિયાઝ-કેનલ

Leave a Comment

Share this post