મોહમ્મદ શહાબુદ્દીન બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ

મોહમ્મદ શહાબુદ્દીન બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ

  • પૂર્વ ન્યાયાધિશ મોહમ્મદ શહાબુદ્દીન ચુપ્પુ બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપતિ હશે. શહાબુદ્દીન ચુપ્પુ બિનહરીફ ચૂંટાયા હતા.
  • તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદનું સ્થાન લેશે.વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદનો કાર્યકાળ આ વર્ષે 24 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે.વામી લીગ પાસે હાલમાં 350 સભ્યોના ગૃહમાં 305 બેઠકો છે. છેલ્લી બે ચૂંટણીમાં હામિદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ એપ્રિલ 2013માં તેમના પ્રથમ કાર્યકાળ માટે ચૂંટાયા હતા. તેમણે 24 એપ્રિલ, 2018 ના રોજ તેમની બીજી મુદત માટે શપથ લીધા હતા.
  • બાંગ્લાદેશના બંધારણ મુજબ, વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી મુદત સુધી રહી શકે નહીં. હાલમાં તેઓ બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પ્રમુખ પદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે.

Leave a Comment

Share this post