સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બસ્તી(UP) જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.

  • 2021થી બસ્તીના સંસદસભ્ય શ્રીહરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
  • ખેલ મહાકુંભ કુસ્તી, કબડ્ડી, ખો ખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, વોલીબોલ જેવી ઇન્ડોર અને આઉટડોર બંને રમતોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે.
  • ખેલ મહાકુંભનો પ્રથમ તબક્કો 10થી 16 ડિસેમ્બર 2022 દરમિયાન યોજવામાં આવ્યો હતો અને ખેલ મહાકુંભનો બીજો તબક્કો 18થી 28 જાન્યુઆરી 2023 દરમિયાન સુનિશ્ચિત થયેલ છે.
  • ખેલ મહાકુંભ એક નવતર પહેલ છે જે  બસ્તી જિલ્લા અને આસપાસના વિસ્તારોના યુવાનોને તેમની રમતની પ્રતિભા દર્શાવવા માટે એક તક અને પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Leave a Comment

Share this post