ગુજરાતમાં FY23માં MPLADS ફંડનો શ્રેષ્ઠ ઉપયોગ થયો છે

ગુજરાતમાં FY23માં MPLADS ફંડનો શ્રેષ્ઠ ઉપયોગ થયો છે

  • આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં નાણાકીય વર્ષ 2022-23 (FY23)માં સંસદ સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) ભંડોળનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • રાજ્યને 66 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને રૂ. 95.77 કરોડ અથવા 145.11% ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ ઉપયોગ ટુ-રીલીઝ-ફંડ રેશિયો ધરાવતા અન્ય મુખ્ય રાજ્યો ઝારખંડ (128.45%), કર્ણાટક (127.76%), કેરળ (122.33%), પશ્ચિમ બંગાળ (113.54%), અને તમિલનાડુ (112.86%) છે.

સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના – MPLADS

  • વર્ષ 2025-26 સુધી 15મા નાણાં પંચના સમયગાળા દરમિયાન સંસદસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)ના પુનઃસ્થાપન તથા તેને ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. MPLADS એ કેન્દ્ર સરકારની યોજના છે અને તેના માટે ભારત સરકાર સંપૂર્ણ ભંડોળ પૂરૂં પાડે છે. આ યોજનાનો ઉદ્દેશ સંસદ સભ્યો તેમના મત વિસ્તાર માટે પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ, જાહેર આરોગ્ય, સફાઈ અને માર્ગો વગેરે માટે ટકાઉ સામુદાયિક અસ્કયામતો માટેના વિકાસલક્ષી કામો અંગે ભલામણ કરી શકે તેવો છે.
  • MPLAD યોજનાના અમલીકરણની પ્રક્રિયા સંસદ સભ્ય નોડલ જિલ્લા ઓથોરિટી સમક્ષ કામની ભલામણ કરે ત્યારથી શરૂ થાય છે. સંબંધિત નોડલ જીલ્લો સંસદ સભ્ય ભલામણ કરેલા કામની પાત્રતા અંગે જવાબદાર ગણાય છે અને વ્યક્તિગત કામના અમલીકરણ અને યોજનામાં ખર્ચાયેલા નાણાં અંગેની વિગતો જાળવવાની રહે છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post