મુંબઈ ઈન્ડિયન્સ બની WPLની પ્રથમ ચેમ્પિયન ટીમ

મુંબઈ ઈન્ડિયન્સ બની WPLની પ્રથમ ચેમ્પિયન ટીમ

 • વુમન્સ પ્રીમિયર લીગ(WPL)ની પ્રથમ સિઝનની ફાઈનલમાં મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં ખાતે મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટથી પરાજય આપ્યો. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વુમન્સ પ્રીમિયર લીગ(WPL)માં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમની  કેપ્ટન હરમનપ્રીત કૌર હતી અને દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે હતી.

WPLમાં કોને કયો એવોર્ડ અને ઈનામી રકમ મળી?

 • વિજેતા :  મુંબઈ ઈન્ડિયન્સ – રૂ. 6 કરોડ
 • રનરઅપ : દિલ્હી કેપિટલ્સ – રૂ. 3 કરોડ
 • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનઃ હેલી મેથ્યુસ – રૂ. 5 લાખ
 • પ્લેયર ઓફ ધ મેચ (ફાઇનલ): નતાલી સાયવર બ્રન્ટ – રૂ. 2.5 લાખ
 • ઓરેન્જ કેપ: મેગ લેનિંગ – રૂ. 5 લાખ
 • પર્પલ કેપઃ હેલી મેથ્યુસ – રૂ. 5 લાખ
 • કેચ ઓફ ધ સિઝન એવોર્ડઃ હરમનપ્રીત કૌર – રૂ. 5 લાખ
 • ફેરપ્લે એવોર્ડ: મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ
 • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનઃ યાસ્તિકા ભાટિયા – 5 લાખ રૂપિયા
 • પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનઃ સોફી ડિવાઈન – રૂ. 5 લાખ
 • પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચઃ રાધા યાદવ – 1 લાખ રૂપિયા

વીમેન્સ પ્રીમિયર લીગ(WPL)

 • વીમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ હતું. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાઈ હતી. લીગની તમામ મેચમાં મહિલાઓને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી હતી.
 • BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું હતું. યે તો બસ શુરુઆત હૈ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે હતું જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા હતા.

WPL માટે પાંચ ટીમ :

 1. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)
 2. ગુજરાત જાયન્ટ્સ (GGT)
 3. મુંબઈ ઈન્ડિયન્સ (MI)
 4. દિલ્હી કેપિટલ્સ (DC)
 5. યુપી વોરિયર્સ (UPW)
 • સૌથી મોંઘી ખેલાડી : સ્મૃતિ મંધાના(મંધાનાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી)
 • સૌથી મોંઘી વિદેશી ખેલાડી : ઈંગ્લેન્ડની નતાલી સ્કીવરને મુંબઈ ઈન્ડિયન્સ અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરે ગુજરાતે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
 • વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ના ટાઈટલ સ્પોન્સર : TATA
 • મહિલા IPL ના મીડિયા અધિકારો : વર્ષ 2023થી 2027 માટે વાયકોમ 18 દ્વારા રૂપિયા 951 કરોડ ખરીદવામાં આવ્યા હતા.

Leave a Comment

TOPICS : ,

Share this post