મુંબઈ ભારતનું સૌથી ધનિક શહેર

મુંબઈ ભારતનું સૌથી ધનિક શહેર

  • વિશ્વના સૌથી ધનિક શહેરોનો અહેવાલ 2023 વિશ્વભરના નવ પ્રદેશો (આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, CIS, પૂર્વ એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા, દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા) ના 97 શહેરોને આવરી લેવામાં આવ્યા છે .
  • ન્યૂયોર્કે શહેર 2023માં સૌથી વધુ કરોડપતિઓ સાથે વિશ્વનું સૌથી ધનિક શહેર હોવાનો તાજ પોતાના નામે કર્યો છે. ગ્લોબલ વેલ્થ ટ્રેકર હેનલી એન્ડ પાર્ટનર્સ અનુસાર, આ શહેર 3,40,000 કરોડપતિઓનું ઘર છે. ન્યૂ-યોર્ક બાદ બીજા નંબરે જાપાનના ટોક્યોનો નંબર આવે છે.
  • 59,000 કરોડપતિઓ સાથે મુંબઈ ભારતના સૌથી ધનિક શહેર તરીકે ઉભરી આવ્યું છે. મુંબઇ વૈશ્વિક સ્તરે 21માં  ક્રમે છે. સર્વે એજન્સી હેનલી એન્ડ પાર્ટનર્સના જણાવ્યા પ્રમાણે 30,200 કરોડપતિઓ સાથે દિલ્હી ધનિક શહેરોની યાદીમાં ભારતમાં બીજા ક્રમાંકે છે.
  • ટોચના 10 ધનિક શહેરોમાં અમેરિકાના ચાર શહેર ન્યૂ-યોર્ક, ધ બે એરિયા, લોસ એન્જલસ અને શિકાગોનો સમાવેશ થાય છે. વિશ્વના ધનિક શહેરોની યાદીમાં સ્થાન પામનારા અન્ય ભારતીય શહેરોમાં બેંગલૂરુ(60), હૈદરાબાદ(65) અને કોલકાતાનો(63) સમાવેશ થાય છે.

તાજેતરના ઇન્ડેક્સ

  • વિશ્વના સૌથી વધુ ગુનાહિત દેશોની રેન્કિંગ – ભારત 77માં ક્રમે છે, વેનેઝુએલા ટોચ પર છે
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો વાર્ષિક AI ઈન્ડેક્સ રિપોર્ટ 2023 – ભારત 5મા ક્રમે છે, જેમાં USA ટોચ પર છે
  • આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 – ભારત 144મા ક્રમે છે,UAE ટોચ પર છે
  • વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ 2023 – ભારત 126માં ક્રમે છે; ફિનલેન્ડ ટોચ પર, છેલ્લું અફઘાનિસ્તાન
  • ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2023 – ભારત 13મા ક્રમે છે, અફઘાનિસ્તાન ટોચ પર છે

Leave a Comment

Share this post