NALCO અને BARCએ ભારતનું પ્રથમ બોક્સાઈટ CRM ‘BARC B1201’ બહાર પાડ્યું

NALCO અને BARCએ ભારતનું પ્રથમ બોક્સાઈટ CRM ‘BARC B1201’ બહાર પાડ્યું

  • ભારતના અગ્રણી એલ્યુમિનિયમ ઉત્પાદક અને નિકાસકાર નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડે (NALCO) બોક્સાઈટ સર્ટિફાઈડ રેફરન્સ મટિરિયલ (CRM) બહાર પાડ્યું છે. BARC B1201એ ભારતમાં તેના પ્રકારનું પ્રથમ અને વિશ્વમાં પાંચમું CRM છે. BARC B1201ને NALCO દ્વારા સંયુક્ત રીતે નેશનલ સેન્ટર ફોર કમ્પોઝિશનલ કેરેક્ટરાઇઝેશન ઓફ મટિરિયલ્સ (NCCCM), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), હૈદરાબાદ (તેલંગાણા) સાથે મળીને વિકસાવવામાં આવ્યું હતું. BARC B1201ને બોક્સાઈટના નિયમિત વિશ્લેષણમાં વિશ્લેષણાત્મક પદ્ધતિઓ, ઈન્સ્ટ્રુમેન્ટ્સના પ્રદર્શન અને ડેટા ગુણવત્તા નિયંત્રણના મૂલ્યાંકનમાં માપાંકન ધોરણ તરીકે ઉપયોગ કરાશે.

Leave a Comment

Share this post