રાજસ્થાનની નંદિની ગુપ્તાએ જીત્યો ફેમિના મિસ ઈન્ડિયા 2023નો તાજ

રાજસ્થાનની નંદિની ગુપ્તાએ જીત્યો ફેમિના મિસ ઈન્ડિયા 2023નો તાજ

  • રાજસ્થાનની 19 વર્ષની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો છે. ગયા વર્ષની મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો હતો. દિલ્હીની શ્રેયા પૂંજા પહેલી રનર અપ બની હતી તથા મણિપુરની સ્ટ્રેલ થૌનાઓજમ લુવાંગ બીજી રનરઅપ બની હતી.
  • મણિપુરમાં ‘ફેમિના મિસ ઈન્ડિયા 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા(Femina Miss India) ની 59મી આવૃત્તિ ઈન્ડોર સ્ટેડિયમ ખુમાન લેમ્પક, ઈમ્ફાલ, મણિપુર ખાતે યોજાઈ હતી.તેમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.

Leave a Comment

Share this post