કર્ણાટકને ફસલ બીમા યોજના માટે રાષ્ટ્રીય પુરસ્કાર

કર્ણાટકને ફસલ બીમા યોજના માટે રાષ્ટ્રીય પુરસ્કાર

  •  દેશમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ના શ્રેષ્ટ અમલીકરણ માટે કર્ણાટકને પ્રથમ વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. યોજના હેઠળ આવરી લેવાયેલા વિસ્તારમાં 41.80% નો વધારો થયો છે.
  • કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ માહિતી અનુસાર, ખરીફ સિઝન 2021માં  16.15 લાખ ખેડૂતોએ યોજના હેઠળ નોંધણી કરાવી હતી. 2022માં તે વધીને 23.86 લાખ થઈ હતી તેમજ આ યોજના હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોની હદ 13.35 લાખ હેક્ટરથી વધીને 18.94 લાખ હેક્ટર થઈ ગઈ છે .

ફસલ બીમા યોજના

  • કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને વીમા કવરેજ અને નાણાકીય સહાય પૂરી પાડવા અને ખેડૂતોને પોતાની આવક સ્થિર કરવા માટે નવીન અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવા તથા કૃષિ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત આ યોજનાની શરૂઆત  2016માં કરવામાં આવી હતી. આ યોજના ખેડૂતો માટે સ્વૈચ્છિક છે અને ચૂકવવાપાત્ર પ્રીમિયમના 90% સુધીની પ્રીમિયમ સબસિડી પ્રદાન કરે છે. તેણે રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના (NAIS) અને સંશોધિત રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના (MNAIS)નું સ્થાન લીધું હતું.

Leave a Comment

Share this post