રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ

રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ

  • ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડે 21 એપ્રિલના રોજ ઉજવાય છે. જે સિવિલ સર્વિસ ડે/મુલ્કી સેવા દિવસ તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રની ઉન્નતિ અને સુધારણામાં નાગરિક કર્મચારીઓ દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવા અને તેની પ્રશંસા કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓને ભારતના વડા પ્રધાન દ્વારા તેમના શ્રેષ્ઠ દેખાવ માટે સન્માનિત કરવામાં આવે છે.
  • 21 એપ્રિલ 2006ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારથી 21 એપ્રિલને રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • આ દિવસના મૂળિયા વર્ષ 1947 સાથે જોડાયેલા છે. જ્યારે 21મી એપ્રિલે સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મેટકાફ હાઉસ, દિલ્હી ખાતે અખિલ ભારતીય વહીવટી સેવા તાલીમ શાળામાં પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કર્યા હતા ત્યારે તેમણે દમદાર ભાષણ આપ્યું અને સનદી અધિકારીઓને ભૂતકાળના અનુભવને છોડીને રાષ્ટ્રીય સેવાની સાચી ભૂમિકા અપનાવવાની શક્તિ આપી હતી. તેમના ભાષણમાં તેમણે સનદી અધિકારીઓનો ઉલ્લેખ ‘ભારતની સ્ટીલ ફ્રેમ’ તરીકે કર્યો હતો.
  • સંયુક્ત રાષ્ટ્રનો જાહેર સેવા દિવસ: 23 જૂન

Prime Minister’s Awards for Excellence in Public Administration

  • કેન્દ્ર અને રાજ્ય સરકારોના જિલ્લાઓ/સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અસાધારણ અને નવીન કાર્યને સ્વીકારવા, ઓળખવા અને પુરસ્કાર આપવા માટે ભારત સરકારે 2006માં એક યોજનાની સ્થાપના કરી છે, જેનું નામ છે “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર”.
  • આ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે – પ્રથમ જૂથમાં પૂર્વોત્તર ભારતના આઠ રાજ્યો અને ત્રણ પર્વતીય રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર) શામેલ છે. બાકીના 18 રાજ્યો બીજા જૂથમાં શામેલ છે. 7 કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રીજા જૂથમાં શામેલ કરવામાં આવ્યા છે.

Leave a Comment

TOPICS : ,

Share this post