ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ-2022ની રજૂઆત

ભારત સરકારની કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં યોજાયેલી તેમની બેઠક દરમિયાન રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ-2022ને મંજૂરી આપવામાં આવી હતી.

 • આ ભૂ-સ્થાનિક શબ્દનો અર્થ વિશિષ્ટ ભૌગોલિક સ્થાનો સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા ડેટા અથવા તેમાંથી મેળવેલા અથવા તેનાથી સંબંધીત ડેટા એવો થાય છે.
 • આ સાથે જ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા તાત્કાલિક અસરથી અમલીકરણ માટે રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ-2022ને સૂચિત કરવામાં આવી હતી.
 • ઉપરાંત ફેબ્રુઆરી 2021માં રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ ડ્રાફ્ટ હેઠળ ભૂ-સ્થાનિક ડેટાના ઉપયોગના ઉદરીકરણના પગલે આ રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ 2022ને સૂચિત કરવામાં આવી હતી.
 • ભારત સરકાર દ્વારા હાલમાં ભૌગોલિક ડેટા ઉદ્યોગના વિકાસ માટે ૧૩ વર્ષની વ્યાપક માર્ગદર્શિકા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જેમાં નાગરિક સેવાઓ અને અન્ય પહેલોને સુધારવા માટે ભૂસ્થાનિક ડેટાનો ઉપયોગ કરવા માટે રાષ્ટ્રીય માળખું બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ 2022 સંબંધીત મહત્વની બાબતો

 • રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ 2022 એ નાગરિક કેન્દ્રીત નીતિ છે જેનો ઉદ્દેશ રાષ્ટ્રીય વિકાસ, આર્થિક સમૃદ્ધિ અને વધતી માહિતી અર્થવ્યવસ્થાને સમર્થન આપવા માટે ભૌગોલિક ક્ષેત્રને મજબૂત કરવાનો છે.
 • આ નીતિ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ‘જીઓસ્પેશિયલ ડેટા અને જીવો સ્પેશ્યલ ડેટા સર્વિસીસ, નકશા સહિત પ્રાપ્ત કરવા અને ઉત્પાદન કરવા માટેની માર્ગદર્શિકા’ દ્વારા બનાવવામાં આવેલ અનુકૂળ વાતાવરણ પર આધાર રાખે છે.
 • આ નીતિ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સ્થાનિક ભૌગોલિક મોજણી અને મેપિંગ તેમજ આગામી વર્ષ 2030 સુધીમાં ભારત માટે ઉચ્ચ ચોકસાઈવાળા ડિજિટલ એલિવેશન મોડલનું નિર્માણ કરવા ઉપરાંત ભૂસ્થાનિક આંતરમાળખું કૌશલ અને જ્ઞાન, માનાંકો તેમજ વ્યવસાયોમાં પણ મદદ કરશે.
 • રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ 2022, રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક ડેટા ફ્રેર્મવર્ક બનાવવા તેમજ વ્યવસાયો અને સામાન્ય લોકો માટે ડેટાની ‘સરળ ઉપલબ્ધતા’ ને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરશે.
 • ભારત સરકાર આગામી વર્ષ 2005 સુધીમાં એક નિયમનકારી માળખું સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે જે ભૌગોલિક ક્ષેત્રના ઉદારીકરણ અને મૂલ્યવર્ધિત સેવાઓ સાથે સુધારેલ વ્યાપારીકરણ માટે ડેટાના લોકશાહીકરણને સમર્થન આપે છે
 • ભારત સરકાર દ્વારા એક ‘સંકલિત ડેટા અને માહિતી ફ્રેમવર્ક’ (integrated data and information Fromework) સ્થાપિત કરવાની દરખાસ્ત કરે છે જેના હેઠળ આગામી વર્ષ 2030માં ‘જીઓસ્પેશિયલ નોલેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ વિકસાવવામાં આવશે. ઉપરાંત સમગ્ર ભારતના મુખ્ય શહેરો અને નગરોમાં સબસરફેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેપિંગ આગામી વર્ષ 2035 સુધીમાં ભૌગોલિક ડેટાના ઉપયોગના ઉદ્દેશમાંનો એક છે.
 • રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક નીતિ 2022માં ‘જીઓસ્પેશિયલ ડેટા પ્રમોશન એન્ડ ડેવલોપમેન્ટ કમિટી’ નામની રાષ્ટ્રીય સર્વોચ્ચ પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ કમિટી નામની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થાની સ્થાપના માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. આ સંસ્થા ચોક્કસ મંત્રાલયોના ભૂ-સ્થાનિક ડેટાના ઉપયોગ પર સ્પષ્ટીકરણો પ્રદાન કરશે તેમજ ચોક્કસ પ્રોજેક્ટ પર કાર્ય કરવા માટે ખાનગી સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓના નિર્માણની સુવિધા પણ આપશે.

ભારત અને વૈશ્વિક ભૂ-સ્થાનિક બજારો

ભારતની ભૂ-સ્થાનિક અર્થવ્યવસ્થા આગામી વર્ષ 2025 સુધીમાં 63,000 કરોડથી પણ વધારે થઈ જશે તેવી ધારણા છે તેમજ તે દર વર્ષે 12.5% ના દરે વૃદ્ધિ પામશે. ઉપરાંત આ ભૂ-સ્થાનિક અર્થવ્યવસ્થા આગામી સમયમાં 10 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે.

ભારત સરકાર દ્વારા ભૂ-સ્થાનિક અર્થવ્યવસ્થા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ‘જીઓસ્પેશિયલ ઇંક્યુબેટર’ની પણ સ્થાપના કરવામાં આવી છે.

વર્તમાનમાં વૈશ્વિક સ્તરે ભૂ-સ્થાનિક અર્થતંત્રનું મૂલ્ય આશરે 17 બિલિયન ડોલર જેટલું છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post