નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન

કેન્દ્રીય કેબિનેટની નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી

ગ્રીન હાઇડ્રોજન શું છે?

 • ગ્રીન હાઇડ્રોજન એ હાઇડ્રોજનનો એક પ્રકાર છે જે વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ દ્વારા પાણીને વિભાજીત કરીને, સંપૂર્ણપણે નવીનીકરણીય શક્તિ સ્ત્રોતો દ્વારા સંચાલિત ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને ઉત્પન્ન થાય છે.
 • ફાયદા – ગ્રીન હાઇડ્રોજન અશ્મિભૂત ઇંધણ અને અશ્મિભૂત ઇંધણ આધારિત કાચામાલને બદલી શકે છે, અને પેટ્રોલિયમ રિફાઇનિંગ, ખાતર ઉત્પાદન, સ્ટીલ ઉત્પાદન, રસાયણો, પરિવહન વગેરે જેવા ક્ષેત્રોને ડીકાર્બોનાઇઝ કરી શકે છે.
 • નવીનીકરણીય ઉર્જા કે જે ગ્રીડ દ્વારા સંગ્રહિત અથવા ઉપયોગમાં લઈ શકાતી નથી તેને હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે ચેનલ કરી શકાય છે.
 • ગેરફાયદા – ગ્રીન હાઇડ્રોજન હાલમાં વ્યવસાયિક રીતે વ્યવહારુ નથી.
 • ભારતમાં વર્તમાન કિંમત આશરે રૂ. 350-400 પ્રતિ કિલો છે; તે માત્ર રૂ. 100/ કિગ્રાથી ઓછા ઉત્પાદન ખર્ચે જ ઉપયોગી બને તેવી શક્યતા છે. નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશનનો આ જ હેતુ છે.

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શું છે ?

 • રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનની જાહેરાત સૌપ્રથમ વડાપ્રધાન દ્વારા 2021 માં સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરવામાં આવી હતી.

પ્રારંભમાં નીચેના ખર્ચની જોગવાઈ કરેલી છે

 • ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ (સાઇટ) માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપ માટે ₹17,490 કરોડ;
 • પાયલોટ પ્રોજેક્ટ માટે ₹1,466 કરોડ;
 • સંશોધન અને વિકાસ માટે ₹400 કરોડ; અને
 • અન્ય મિશન ઘટકો માટે ₹388 કરોડ.

ઉદ્દેશ્યો – મિશનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય ભારતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બનાવવાનો છે.

મિશનના અન્ય હેતુઓ પણ છે :

 • ગ્રીન હાઇડ્રોજન અને તેના ઘટકો માટે નિકાસની તકોનું સર્જન;
 • અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા વાહનોમાં તેનો ઉપયોગ અને ઊર્જા ક્ષેત્રનું ડીકાર્બોનાઇઝેશન;
 • સ્વદેશી ઉત્પાદન ક્ષમતાનો વિકાસ;

નીચેના સાધનોનો ઉપયોગ કરીને સરકાર રિન્યુએબલ પાવર જનરેશન અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે વપરાતા ઈલેક્ટ્રોલાઈઝરના ખર્ચમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે,

 • ગર્ભિત સબસિડીની(Implicit subsidy) મદદથી અને
 • સરકાર સમર્થિત R&D.

Leave a Comment

Share this post