નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ ભારતનું 21મું IIM

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ ભારતનું 21મુ IIM

  • સંસદના બંને ગૃહોએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ 2023ને મંજૂરી આપતાં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (NITIE), સત્તાવાર રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, મુંબઈનું નવું નામ IIM મુંબઈ થઈ ગયું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ ભારતનું 21મુ IIM બન્યું છે.
  • હાલમાં, NITIE 2023મા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા મેનેજમેન્ટ કેટેગરીમા 7મા ક્રમે છે. મુંબઈના પવઈમાં, વિહાર તળાવના કિનારે સ્થિત, NITIE પાસે 63 એકર જંગલની ટેકરીઓ પર ફેલાયેલું કેમ્પસ છે.
  • રાષ્ટ્રીય ઔદ્યોગિક એન્જિનિયરિંગ સંસ્થા (NITIE : National Institute of Industrial Engineering ), ભારત સરકાર દ્વારા 1963મા દેશની નાણાકીય રાજધાનીમાં સ્થાપિત કરવામાં આવી હતી.

The Indian Institutes of Management (IIMs)

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એક્ટ, 2017 પસાર થયા પછી માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) (હાલનુ શિક્ષણ મંત્રાલય) દ્વારા IIMને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ જાહેર કરવામાં આવી હતી.
  • પ્રથમ IIM : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા : 13 નવેમ્બર 1961
  • બીજી : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ : 1961
  • 1972મા, રવિ જે. મથાઈની આગેવાની હેઠળની સમિતિએ બે સ્થાપિત IIM ની સફળતાની નોંધ લીધી અને વધુ બે IIM સ્થાપવાની ભલામણ કરી.

Leave a Comment

TOPICS : ,

Share this post