કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા નેશનલ લોજિસ્ટિક પોર્ટલ(મરીન)નું ઉદ્ઘાટન

બંદરો, શિપિંગ અને જળમાર્ગો તેમજ આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા તાજેતરમાં નવી દિલ્હી ખાતે નેશનલ લોજિસ્ટિક પોર્ટલ(મરીન)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
 • આ નેશનલ લોજિસ્ટિક પોર્ટલ(મરીન), લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે સિંગલ વિન્ડો લોજિસ્ટિક્સ પોર્ટલ તરીકે કાર્ય કરશે તેમજ તે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા લોજિસ્ટિક્સ સમુદાયના તમામ હિતધારકોને પણ જોડશે.

નેશનલ લોજિસ્ટિક પોર્ટલ(મરીન) સંબંધિત મહત્ત્વની બાબતો

 • નેશનલ લોજિસ્ટિક પોર્ટલ (મરીન) સમગ્ર દેશમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રની તમામ વેપાર પ્રક્રિયાઓ માટે એકલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે તેમજ તેમાં ઇ-માર્કેટપ્લેસ સાથે જળમાર્ગો, રોડવેઝ અને એરવેઝમાં પરિવહનના તમામ પ્રકારોને આવરી લેવામાં આવશે.

નેશનલ લોજિસ્ટિક પોર્ટલ (મરીન)ની પ્રવૃત્તિઓને નીચે મુજબની ચાર અલગ-અલગ બાબતોમાં વર્ગીકૃત કરવામાં આવી છે :

 • (a) કેરિયર
 • (b) બેંકિંગ અને ફાઇનાન્સ
 • (c) નિયમનકારી સંસ્થાઓ
 • (d) સહભાગી સરકારી એજન્સીઓ

નેશનલ લોજિસ્ટિક પોલીસી(મરીન) પોર્ટલની વિશેષતાઓ : 

 • (a)  આ પોર્ટલ આયાતકાર/નિકાસકાર/કસ્ટમ બ્રોકર/ફેઇટ ફોરવર્ડની તમામ મુખ્ય પ્રવૃત્તિઓ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.
 • (b) નેશનલ લોજિસ્ટિક પોલીસી(મરીન) પોર્ટલ તેને સંબંધિત નાના અને મોટા માટે એક સમાન ક્ષેત્ર પ્રદાન કરે છે.
 • (c) આ પોર્ટલ દરેક તબક્કે સૂચનાઓ સાથે શિપમેન્ટનું સંપૂર્ણ સ્થાનિક ટ્રેકિંગ આપે છે.
 • (d) સામાન્ય રીતે આ પોર્ટલ આયાતકાર/નિકાસકાર/કસ્ટમ બ્રોકરની પહોંચમાં ન હોય તેવી પ્રવૃત્તિઓ પર રીયલટાઇમ માહિતી પૂરી પાડે છે.
 • (e) સરકારથી વ્યાપાર(G2B) સંબંધોમાં ઉન્નત પારદર્શિતા અને વ્યવસાય કરવાની સરળતા પ્રદાન કરવાનો છે.
 • (f) ક્લાઉડ સ્ટોરેજ પર તમામ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત રીતે સંગ્રહ કરવા દસ્તાવેજ વ્યવસ્થાપન પ્રણાલી પણ આ પોર્ટલ પ્રદાન કરે છે.
 • (g) વેપાર અને લોજિસ્ટિક્સ કામગીરીના અમલ માટે ઓછા કરવામાં આવેલા ખર્ચ અને સમયમર્યાદાની અસરકારક અમલવારી કરવા માટે પણ આ પોર્ટલ ઉપયોગી બનશે.

Leave a Comment

Share this post