નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22

નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22

  • NMIS 2021-22 એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) અને યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (UNIDO) દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓની ઈનોવેશન કામગીરીનું મૂલ્યાંકન કરવા માટેનો સંયુક્ત અભ્યાસ છે. આ અભ્યાસ 2011માં યોજાયેલા DSTના પ્રથમ રાષ્ટ્રીય નવીનતા સર્વેનું ફોલો-અપ છે. NMIS 2021-22 સર્વેમાં બે ચોક્કસ ઘટકો હતા : પેઢી-સ્તરનું સર્વેક્ષણ અને ક્ષેત્રીય પ્રણાલીઓ ઓફ ઈનોવેશન (SSI) સર્વેક્ષણ. ગુજરાત અને DNH&DD એ ભારતના સૌથી વધુ ઔદ્યોગિક રાજ્યોમાં હોવા છતાં, નવીનતામાં અવરોધોનું  સૌથી વધુ આવર્તન નોધ્યું છે.

IMII

  • ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો એકંદરે IMII સ્કોર 28.17 છે. કર્ણાટક, એકંદરે, 33.41 ના ઇન્ડેક્સ સ્કોર સાથે સૌથી innovative રાજ્ય છે, ત્યારબાદ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (DNH&DD) (32.88), તેલંગણા (32.86), અને તમિલનાડુ- (32.54) આવે છે.
  • નિમ્ન પ્રદર્શન કરતા રાજ્યોમાં : આસામ (19.69) સિવાય પૂર્વોત્તરના રાજ્યો, બિહાર (21.32), ઝારખંડ (22.78) અને ઓડિશા (23.05)નો સમાવેશ થાય છે. તેલંગણા, કર્ણાટક, અને TN પાસે અનુક્રમે 46.18%, 10% અને 31.90% ના દરે innovative કંપનીઓનો સૌથી વધુ હિસ્સો હતો. ઓડિશા, બિહાર અને ઝારખંડમાં આવી કંપનીઓનો સૌથી ઓછો હિસ્સો અનુક્રમે 12.78%, 13.47% અને 13.1% હતો. ઉત્તરાખંડ (31.72) પહાડી રાજ્યોમાં સૌથી વધુ સ્કોર ધરાવે છે, જ્યારે DNH&DDનો UTSમાં સૌથી વધુ સ્કોર છે.
  • અહેવાલ અનુસાર ઉત્પાદનમાં નવીનતા વધારવાની જરૂર છે. સર્વેક્ષણ કરાયેલ 8,074 કંપનીઓમાંથી માત્ર 25.01% જ નવીનતા વાળી કંપનીઓ હતી. મોટાભાગની કંપનીઓ, 73.76%, આ સમયગાળામાં ઉત્પાદન અથવા વ્યવસાય પ્રક્રિયાની નવીનતાઓ રજૂ કરી નથી.  નવીનતામાં સૌથી વધુ વારંવાર અવરોધો આંતરિક ભંડોળનો અભાવ, નવીનતાના ઊંચા ખર્ચ અને બાહ્ય સ્ત્રોતોમાંથી ધિરાણનો અભાવ હતો.

Leave a Comment

Share this post