11 – 17 જાન્યુઆરી, 2023: રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ (National Road Safety Week)

11 – 17 જાન્યુઆરી, 2023: રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ (National Road Safety Week)

  • કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા પખવાડા” અંતર્ગત 11મી થી 17મી જાન્યુઆરી 2023 સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેથી બધા લોકો માટે સલામત માર્ગના  હેતુનો પ્રચાર કરી શકાય.
  • આ સપ્તાહ દરમિયાન, સામાન્ય લોકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં માર્ગ અકસ્માતોના કારણો અને તેને રોકવા માટેના પગલાં સંબંધિત વિવિધ જાગૃતિ અભિયાનોનો સમાવેશ થાય છે. શાળા/કોલેજના વિદ્યાર્થીઓ, ડ્રાઇવરો અને અન્ય તમામ માર્ગ વપરાશકર્તાઓ સાથેની વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  • વધુમાં, શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન અને પોસ્ટર બનાવવાની સ્પર્ધા, માર્ગ સલામતીના ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત કોર્પોરેટ/પીએસયુ/એનજીઓ દ્વારા પ્રદર્શન અને થિયેટર પેવેલિયન, વોકાથોન અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ/સંવાદ યોજવામાં આવશે.
  • સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમો અને તેના પાલન, રાહદારીઓની સલામતી, ડ્રાઇવરો માટે આંખની તપાસ શિબિરો અને અન્ય માર્ગ ઇજનેરી સંબંધિત પહેલને લગતી વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.

Leave a Comment

TOPICS : ,

Share this post