રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day )

રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day )

  • ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટ, રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવાય છે. ભારતમાં ‘હોકીના જાદુગર’ શ્રી મેજર ધ્યાનચંદની યાદમાં તેમનો જન્મ દિન ભારતમાં રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવાય છે. તેઓ ‘The Wizard of Hockey’ તથા ‘The Magician of Hockey’ના ઉપનામથી પ્રસિદ્ધ હતા.
  • તેમણે 1928, 1934 અને 1936મા ભારતને ઓલિમ્પિકમાં કુલ ત્રણ ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. ભારત સરકારે 1956માં તેમને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. તેમના નામ પરથી ભારતનું સર્વોચ્ચ ૨મત સન્માન ‘રાજીવગાંધી ખેલ રત્ન એવોર્ડ’નું નામ બદલીને ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ’ રાખવામાં આવ્યું છે.( 6 ઓગસ્ટ 2021)
  • રમતગમતમાં આજીવન સિદ્ધિ માટેનો દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ધ્યાનચંદ એવોર્ડ તરીકે ઓળખાય છે. તેની સ્થાપના 2002 માં કરવામાં આવી હતી. નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમનું નામ પણ 2002માં ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.
  • ભારત સરકારે સૌપ્રથમ 2012માં આ દિવસને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો.
  • આ દિવસે રમતવીરો અને તેમના કોચને ‘રાજીવ ગાંધી ખેલરત્ન’, ‘અર્જૂન’, ‘ધ્યાનચંદ’ અને ‘દ્રોણાચાર્ય’ એવોર્ડથી નવાજવામાં આવે છે.
  • ‘તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’, ‘મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી’ અને ‘રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર’ પણ આ યાદીમાં સામેલ છે.

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ

  • ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ (પ્રયાગરાજ)માં તથા અવસાન 3 ડિસેમ્બર 1979, દિલ્હી માં થયું હતું. એમનું નામ સાચું નામ ધ્યાનસિંઘ હતું. 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. 1936 પછી તેઓ ગ્વાલિયર રિયાસતના લશ્કરમાં જોડાયા હતા
  • 1995ની 29મી ઑગસ્ટે એમની નેવુંમી જન્મતિથિએ નવી દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ પર બિપિન બિહારીદાસે બનાવેલી એમની કાંસ્ય મૂર્તિ મૂકવામાં આવી હતી. પાસિંગ અને સ્ટિકવર્કને કારણે ધ્યાનચંદ ‘હૉકીના જાદુગર’ તરીકે ઓળખાયા.
  • 1956માં ‘પદ્મભૂષણ’નો ઇલકાબ મેળવનાર ધ્યાનચંદે ‘ધ ગોલ’ નામે એમની આત્મકથા લખી છે.

Leave a Comment

Share this post