નેશનલ સ્ટોક એક્સચેન્જ

વર્લ્ડ ફેડરેશન ઑફ એક્સચેન્જ દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ 2022માં, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા કરવામાં આવેલ ડેરિવેટિવ્સના એક્સચેન્જનું દૈનિક સરેરાશ ટર્નઓવર 470 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. આ સાથે NSE વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ બની ગયું છે.

વર્લ્ડ ફેડરેશન એક્સચેન્જ

  • તે વિશ્વના વિવિધ ભાગોમાં સ્ટોક એક્સચેન્જના આંકડા જાળવી રાખે છે. તે મૂળભૂત રીતે એક વેપાર સંગઠન છે. તેની સ્થાપના 1961માં લંડન ખાતે કરવામાં આવી હતી.

શેરબજાર

  • એક વિનયમિત, સંગઠિત તેમજ સંસ્થાનીકૃત નાણાંકીય બજાર છે, જયાં પ્રતિભૂતિ બજારનાં સંઘટકો (શેર, બોન્ડ, નોટ્સ વગેરે) નાં ખરીદ–વેચાણ માંગ અને પૂર્તિ દ્વારા નિર્ધારિત કરાયેલ કિંમતો પર કરવામાં આવે છે. તેને ‘શેર બજાર’ કહે છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ

  • બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના એકાધિકાર તોડવા માટે 1991માં ‘ફેરવાની સમિતિ’ એ NSEની સ્થાપનાની ભલામણ કરી. આ ભલામણોને આધારે 1992માં NSE ની સ્થાપના કરવામાં આવી.
  • NSEને એપ્રિલ 1993માં SEBI દ્વારા સ્ટોક એકસચેન્જના રૂપમાં માન્યતા આપવામાં આવી. NSE ની મુખ્ય પ્રવર્તક (promoter) કંપની ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઈન્ડિયા (IDBI) છે.
  • NSEનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે.

ડેરિવેટિવ્સ (DERIVATIES)

  • ડેરિવેટિવ્સ એ એક એવુ નાણાકીય ઉપકરણ છે જેનું કોઈ સ્વતંત્ર મુલ્ય નથી તેનું મુલ્ય તેમજ લાભ તેના અંતર્ગત સહજ પરિસ્થિતીઓમાં કરાર પર નિર્ભર કરે છે.
  • તેના અંતર્ગતની પરીસંપત્તિઓ (assets)માં બોન્ડ્સ, કમોડીટી, બુલિયન, નાણાં વગેરેનો સમાવેશ થાય છે.
  • કેટલીકવાર, ડેરિવેટિવ્ઝનો ઉપયોગ ફોરેક્સ, ઇક્વિટી, ટ્રેઝરી બિલ, વીજળી વગેરે જેવા ચોક્કસ ક્ષેત્રોમાં ટ્રેડિંગ માટે થાય છે. ઉદાહરણ તરીકે, ઊર્જા બજાર માટેના ડેરિવેટિવ્ઝને એનર્જી ડેરિવેટિવ્ઝ કહેવામાં આવે છે.

બૉમ્બે સ્ટોક એક્સચેન્જ

  • બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ભારતનું જ નહીં પરંતુ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એકસચેન્જ છે. તેની સ્થાપના 1875માં થઈ હતી.
  • BSE ISO : 2000 પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાવાળુ ભારતનું પ્રથમ તથા વિશ્વનું બીજું સ્ટોક એકસચેન્જ છે. BSE ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ માટે સૂચના સુરક્ષા પ્રબંધન પ્રણાલી માનક બીએસ 7799-2-2002 પ્રાપ્ત કરતો દેશનો પ્રથમ તથા દુનિયાનો બીજો સૂચકાંક છે.

 

વિશ્વના પ્રમુખ બજાર શેર

શેર બજાર સંબંધિત દેશ
ડોવ જોંસ ન્યુયોર્ક (U.S.A)
નાસડૈક U.S.A.
નિક્કી (ટોક્યો) જાપાન
ઓલ્સો નોર્વે
શાંઘાઈ ચીન
લંડન સ્ટોક એક્સચેન્જ લંડન (બ્રિટન)
વારસા પોલેંડ
ટોરંટો કેનેડા
ફેંક્ફર્ટ જર્મની
શેન્જેન ચીન

Leave a Comment

Share this post