12 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)

12 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)

 • ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતીએ દર વર્ષે 12 જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
 • સ્વામી વિવેકાનંદના જીવન અને તેના વિચારો વિશે જાણી અને તેના જેવું જીવન જીવવા દેશના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
 • વર્ષ 2023 માં સ્વામી વિવેકાનંદની 160 મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.
 • સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય વર્ષ 1984 માં લેવામાં આવ્યો હતો અને તેની સૌપ્રથમ વખત ઉજવણી 12 જાન્યુઆરી,1985 ના રોજ કરવામાં આવી હતી.

26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ

 • 26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ 12 થી 16 જાન્યુઆરી,2023 દરમિયાન કર્ણાટકની ટ્વિન સિટી હુબલ્લી-ધારવાડમાં યોજાશે.
 • આ વર્ષના યુવા મહોત્સવની થીમ ‘વિકસિત યુવા, વિકસિત ભારત’ છે.
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુવા ઉત્સવ-2023નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 7,500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
 • આ ઉત્સવ યુવાનોને તેમની સાંસ્કૃતિક પ્રતિભાઓ અને આકાંક્ષાઓની અભિવ્યક્તિ અને પરિપૂર્ણતા માટે દેશવ્યાપી સંપર્ક પૂરો પાડે છે.
 • નોંધઃ દર 12 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદ (1863-1902)

 • સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863 ના રોજ કોલકાત્તા ખાતે થયો હતો.
 • ભારતીય દર્શન વેદાંત અને યોગનો પરિચય તેઓએ વિશ્વને કરાવ્યો હતો.
 • તેઓ 19મી સદીના સુપ્રસિધ્ધ સંત રામકૃષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય હતા.
 • માતૃભૂમિના ઉત્થાન માટે તેઓએ શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકયો હતો.
 • સ્વામી વિવેકાનંદે વર્ષ 1897 માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા મૂલ્ય આધારિત શિક્ષણ, સંસ્કૃતિ, આરોગ્ય, મહિલા સશકિતકરણ, યુવા અને આદિવાસી કલ્યાણ, રાહત અને પુનર્વસનના ક્ષેત્રમાં કામ કરે છે.
 • તેઓનું નિધન વર્ષ 1902 માં પશ્રિમ બંગાળના બેલુર મઠ ખાતે થયું હતું.
 • બેલુર મઠએ રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠનું વડુંમથક છે.

Leave a Comment

Share this post