નેવલ એન્ટિડ્રોન સિસ્ટમ (NADS) DRDO અને  BEL દ્વારા વિકસાવામાં આવી

નેવલ એન્ટિડ્રોન સિસ્ટમ (NADS) DRDO અને  BEL દ્વારા વિકસાવામાં આવી

  • ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર સ્વદેશી નેવલ એન્ટિડ્રોન સિસ્ટમ (NADS) લગાવવામાં આવી છે. આ સિસ્ટમનો વિકાસ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રથમ સ્વદેશી રીતે વિકસિત નેવલ એન્ટિડ્રોન સિસ્ટમ (NADS) છે.

નેવલ એન્ટિડ્રોન સિસ્ટમ (NADS)

  • ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ વિકસિત નેવલ એન્ટિડ્રોન સિસ્ટમ (NADS) ભારતીય સશસ્ત્ર દળોને હવાઈ માર્ગને ઓળખી કાઢવા અને ખતરારૂપ બાબતોનો સામનો કરવામાં મદદ કરશે. NADS હાર્ડ અને સોફ્ટ કિલ બંને ક્ષમતાઓથી સજ્જ છે. આ સિસ્ટમ દુશ્મનના લક્ષ્યને નષ્ટ કરવા માટે લેસર આધારિત કિલર મિકેનિઝમનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ ઈલેક્ટ્રોઓપ્ટિકલ/ઈન્ફ્રારેડ (EO/IR) સેન્સર રડાર અને રેડિયો ફ્રીક્વન્સી (આરએફ) ડિટેક્ટર સાથે કામ કરે છે. NADS માઇક્રો ડ્રોનને શોધી કાઢવા અને તેને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post