નીલકુરિંજી છોડનો સંરક્ષિત છોડની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો

પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નીલકુરિંજી છોડનો સંરક્ષિત છોડની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • કેરળની નીલગિરી પહાડીઓમાં ફૂલોની એક એવી પ્રજાતિ જોવા મળે છે જે દર 12 વર્ષે ખીલે છે. (સામાન્ય રીતે તે પશ્ચિમ ઘાટમાં મંગલાદેવીની ટેકરીઓથી નીલગીરીની ટેકરીઓ સુધીના નાના પટમાં જોવા મળે છે) આમ, આ ફૂલોની સુંદરતા જોવા માટે પ્રવાસીઓને 12 વર્ષ સુધી રાહ જોવી પડે છે. નીલા (જાંબલી) રંગના આ ફૂલનુ નામ છે નીલકુરિંજી.
  • નીલકુરિંજી એક મોનોકાર્પિક છોડ છે. એટલે કે, એકવાર ફૂલના બીજ સમાપ્ત થયા બાદ નવા બીજ અંકુરિત થાય અને તેમાં ફૂલ આવે તે માટે તેને 12 વર્ષ રાહ જોવી પડે છે. કેરળના મુન્નારને નીલકુરિંજી ફૂલોનું સૌથી મોટું ઘર માનવામાં આવે છે. 3000 હેક્ટરમાં ફેલાયેલી ફરતી ટેકરીઓ સાથેનું મુન્નાર દક્ષિણ ભારતમાં સૌથી વિશેષ પ્રવાસન સ્થળોમાંનું એક છે. નીલકુરિંજીના ફૂલો મુન્નારની સુંદરતામાં વધારો કરે છે.
  • કેરળના મુથુવન જાતિના લોકો આ ફૂલને રોમાંસ અને પ્રેમનું પ્રતીક માને છે. આ આદિજાતિની પરંપરાગત દંતકથાઓ અનુસાર, તેમના દેવ મુરુગાએ નીલાકુરિંજી ફૂલોની માળા પહેરાવીને તેમની આદિજાતિની એક શિકારી છોકરી વેલી સાથે લગ્ન કર્યા હતા.
  • માત્ર ભારતમાં જ તેની લગભગ 350 ફૂલોની પ્રજાતિઓ છે. તેમાંથી તાજેતરમાં નીલકુરિંજી (સ્ટ્રોબિલાન્થેસ કુન્થિયાના) પ્રજાતિને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ના અનુસૂચિ III હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે તથા જેઓ નીલકુરિંજી છોડને જડમૂળથી ઉખેડી નાખશે અથવા તેનો નાશ કરશે તેમને રૂ.25,000નો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થશે.
  • વર્ષ 2006માં કેરળના જંગલોનો 32 ચોરસ કિલોમીટર વિસ્તાર આ ફૂલના સંરક્ષણ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. તેનું નામ કુરિંજીમાલા અભયારણ્ય રાખવામાં આવ્યું. (વેલી ઓફ ફ્લાવર્સ પછી તે ભારતમાં બીજું ફૂલ અભયારણ્ય છે)

Leave a Comment

Share this post