હંગેરીમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ નીરજ ચોપરા કરશે

હંગેરીમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ નીરજ ચોપરા કરશે

  • ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ચોપરા 19 ઓગસ્ટથી બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (WAC 2023)માં 28 સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (The Athletics Federation of India- AFI)ને બદલે ભારતીય રમત મંત્રાલય દ્વારા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
  • ઉંચી કૂદમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક તેજસ્વિન શંકર, 800 મીટર દોડવીર કેએમ ચંદા અને 20 કિમી વોકર પ્રિયંકા ગોસ્વામી (રાષ્ટ્રીય રેકોર્ડ ધારક) એ પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ન રમવાનો નિર્ણય લીધો છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ

  • 2023 : ઓગણીસમી આવૃત્તિ
  • નેશનલ એથ્લેટિક્સ સેન્ટર , હંગેરી, બુડાપેસ્ટ
  • મોટો : Witness The Wonder
  • પ્રથમ : 1983  : હેલસિંકી :  ફિનલેન્ડ
  • 2025 : 20મી આવૃત્તિ : ટોક્યો, જાપાન
  • આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 1976ના મોન્ટ્રીયલ ઓલિમ્પિક્સ માટે ઓલિમ્પિક કાર્યક્રમમાંથી પુરુષોની 50 કિમીની દોડને હટાવી એના પ્રતિભાવમાં 1976માં વર્લ્ડ ચેમ્પિયનશિપ શરૂ કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post