વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય : નીરજ ચોપરા

નીરજ ચોપરાએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.

  • નીરજે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં નેશનલ એથ્લેટિક્સ સેન્ટર ખાતે જેવલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે બીજા રાઉન્ડમાં જ 88.17 મીટરનો થ્રો કર્યો હતો.
  • વર્તમાન કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પાકિસ્તાનના અરશદ નદીમે સિઝનના સર્વશ્રેષ્ઠ 87.82 મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વડલેજચે 86.67 મીટર સાથે બ્રોન્ઝ જીત્યો હતો.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત

  • આ ચેમ્પિયનશિપ 1983થી યોજાઈ રહી છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે એકંદરે ૩  મેડલ જીત્યા છે
  • પ્રથમ મેડલ : 2003મા પેરિસમાં અંજુ બોબી જ્યોર્જ : બ્રોન્ઝ મેડલ (મહિલાઓની લાંબી કૂદ)
  • નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર બીજા ભારતીય છે. તેણે 2022 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો અને ત્યારબાદ 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો.

Leave a Comment

Share this post