નવા વર્ષમાં WebSankulનું નવું નજરાણું

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે WebSankul, તૈયારીનો પર્યાય એટલે WebSankul, સફળતાનો સાથી એટલે WebSankul.

 • સ્પર્ધાના આ અફાટ રણમાં WebSankul રમણીય રણદ્વીપ બનીને ઊભર્યું છે. ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોચવાના સંકલ્પ થકી WebSankul આજે કચ્છના રણથી લઈને ડાંગના ડુંગરો સુધી અને દ્વારિકાના દરિયા કિનારથી લઈને દાહોદનાં જંગલો સુધી પહોચ્યું છે અને હજારો વિદ્યાર્થીઓના પથદર્શક તરીકે તેમની સાથે રહ્યું છે અને રહેશે.
 • ગુજરાતના વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષથી Online Application, Youtube ચેનલ, Telegram ચેનલ, Instagram જેવા વિવિધ માધ્યમો દ્વારા સતત માર્ગદર્શન, મટીરિયલ આપતી અને નજીવી કિમતે ભણાવતી WebSankul સંસ્થા તેમની આ જ્ઞાનમાળામાં બે નવાં મોતી જોડવા જઇ રહી છે.
 • પહેલું મોતી છે, સાંપ્રત પ્રવાહોની તૈયારી કરવા માટે રોજેરોજની પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે Current Affairs Plus Application. WebSankul એ વર્તમાનપ્રવાહોના વમળો વચ્ચે વીંટાયેલ વિદ્યાર્થીઓએ માટે પચ્છમ બેટથી લઈ પરનેરાના ડુંગર સુધી તમામને પરવડે એ રીતે પરીક્ષાલક્ષી અને ટુ ધ પોઈન્ટ માહિતી આપી રહ્યું છે, ત્યારે ‘Current Affairs Plus Application’ એ તેમાં મોરપીંછ સ્વરૂપે શિરમોર બની રહેશે. દૈનિક વર્તમાનપત્રો કે સામયિકો કરતાં આ એપ્લિકેશન કઈ રીતે અલગ છે? આ એપ્લિકેશનની ખાસિયતો શું છે? આ પ્રશ્નોના જવાબ નીચેના ફીચર્સ દ્વારા સમજી શકાશે.

Application features:

 1. Latest current updates
 2. Monthly current
 3. Subjectwise current affairs
 4. In-short Current affairs
 • આ માળાંનું બીજું મોતી છે, WebSankul સંસ્થાની પોતિકી Website, જેનું નામ સંસ્થાના નામ પરથી જ WebSankul.org રાખવામાં આવ્યું છે. આ વેબસાઇટ વિદ્યાર્થીઓ માટે one stop solution જેવું કામ કરશે. અહીંથી WebSankul Digital Class, WebSankul publicationની books ઉપરાંત Government મટીરિયલ, WebSankulનું ફ્રી મટીરિયલ, NCERT, GCERT, NIOS, IGNOU અને BAOUના મટીરિયલ પણ ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત WebSankulની Telegram ચેનલો WebSankul official (https://t.me/GPSC_Online_app), WebSankul-GPSC PRELIMS (https://t.me/gpsconlinepre) અને WebSankul- GPSC MAINS (https://t.me/gpsconlinemains) પર મૂકાયેલાં તમામ મટીરિયલ ઉપલબ્ધ કરવામાં આવશે.
 • આ ઉપરાંત રોજેરોજના સાંપ્રત પ્રવાહો અને મહિના પ્રમાણેના સાંપ્રત પ્રવાહો તો ખરાં જ !

 

WebSankul સંસ્થા વિશે કેટલીક રસપ્રદ બાબતો

“બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.”

                                                        -મરીજ

 • મરીજ સાહેબના ઉપરના શેરની જેમ, ગુજરાતના છેવાડાના એવા વિદ્યાર્થીઓ કે જેઓ ગાંધીનગર આવી શિક્ષણ મેળવી શકતા નથી, તેમને ઘરે બેઠા સાવ નજીવી કિમતે શિક્ષણ આપવાના હેતુથી 2017માં Gpsc Online નામથી આ શિક્ષણના ગઢની શરૂઆત કરવામાં આવી. આ ગઢ જેના પર ઊભો છે એ ત્રણ પાયાના પથ્થરો એટલે વિકાસ પટેલ, અભિજિત ગઢવી અને ગિરવાનસિંહ રાઠોડ.
 • આ ત્રિપુટીએ પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે Youtube પર ફ્રી શિક્ષણની શરૂઆત કરી. ત્યારબાદ 500 રૂપિયા જેવી નજીવી કિમતે Mobile Application દ્વારા Video Courseની શરૂઆત કરી. જેમાં સર્વશ્રેઠ ફેકલ્ટીઓ દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી. જેમાં સમાયન્તરે નવા વીડિયો લેક્ચર્સ અપડેટ કરવામાં આવતા હતા. વિદ્યાર્થીઓની સતત માંગ રહેતી કે તેઓને આખો કોર્ષ નથી લેવો, પણ એક જ વિષયના વીડિયો જોઈએ છે. તેથી વિદ્યાર્થીની લાગણીઓને ધ્યાનમાં રાખી   વિષય પ્રમાણે કોર્ષની શરૂઆત કરવામાં આવી.
 • WebSankulના આ ભગીરથ પ્રયાસ પછી પણ ગુજરાતના વિદ્યાર્થીઓનો એક પ્રાણ પ્રશ્ન હતો, ગુજરાતી ભાષામાં હોય તેવી વિશ્વસનીય વાંચન સામગ્રી ક્યાંથી મેળવવી? આ પ્રશ્નનો તોડ શોધવાની મથામણમાંથી WebSankul Publication નો જન્મ થયો. Golden MCQ (English Grammar), GSSSB પેપર સેટ વગેરે જેવાં પુસ્તકોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું. ત્યાર બાદ સમયાંતરે Class-3 અને Class 1/2 બંને માટે ઉત્કૃષ્ટ પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં આપ્યાં. સાંપ્રત પ્રવાહો જેવા સાતત્ય માંગી લેતા વિષય માટે પણ વર્તમાન વિશેષ અને GPSC 3600ની શરૂઆત કરવામાં આવી.
 • WebSankulની શાખ વિદ્યાર્થીઓમાં સતત વધી રહી હતી, વિદ્યાર્થીઓ Offline classes શરૂ કરવા માટે માંગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને WebSankul દ્વારા class-3, TET/TAT અને class 1-2 માટે offline વર્ગો શરૂ કરવામાં આવ્યા.
 • આમ Gpsc Online નામથી શરૂ થયેલી આ સંસ્થા WebSankul બની, વિદ્યાર્થી રૂપી છોડને જમીન, પાણી અને સૂર્યપ્રકાશ આપવાનું કરી રહી છે, હવે ઊગવાનું કામ વિદ્યાર્થીનું છે!

“વેર્યાં મે બીજ અહીં છુટ્ટે હાથે,

હવે વાદળ જાણે ને વસુંધરા!”

                                -મકરંદ દવે

 

Current Affairs Plus App Download Link : https://bit.ly/currentaffairplus

39 thoughts on “નવા વર્ષમાં WebSankulનું નવું નજરાણું”

 1. Web sankul ખૂબ ખૂબ અભિનંદન નવા શિખરો સર કરતાં રહો…..

  Reply
 2. વેબ સંકુલની આ વેબસાઇટ ગુજરાતના તમામ સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નંબર વન વેબસાઈટ છે તેમજ કરંટ અફેર્સ, સબ્જેક્ટ જે મટીરીયલ પ્રોવાઈડ કરવામાં આવે છે તે સૌથી બેસ્ટ છે. ગ્રામીણ વિસ્તાર માં કે પછી જોબ કરતા લોકો માટે સૌથી શ્રેષ્ઠ છે ……good job

  Reply
 3. Khub abhinandan ane khub sras bhanavi rahya cho ane garib loko sudhi pn pochi vale evo sras prayas karyo che ane aagal aam j bhanavta raho tmara bdha j lecture khub j upayogi thay che and bdhi j faculty khub j sars rite bhanave che thank you so much bdha sir and websankul

  Reply
 4. Tx so so so so so so so so so so so so so so so so so so so so so so so so so so so so so so so so Much Web sankul nd all team Love uhhhh web sankul ❤️

  Reply
 5. સર તમારો ખુબ ખુબ આભાર
  આવું કામ તમારા સિવાય બીજું કોઇ ના કરી શકે

  Reply
 6. ખરેખર websankul નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે… આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના સમય માં બધી acadamy પોતાનો ફાયદો જોતી હોઈ છે … ત્યારે websankul નું માત્ર નામ જ કાફી છે જે નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થી ના હિત માં કઈ ને કઈ નવું લાવતી રહે છે .. આટલુ ફ્રી માં આપવું એના માટે ખરેખર મોટું દિલ જોવે ..
  Thenk you websankul ❤️

  Reply
 7. ખૂબ ખૂબ આનંદ થાય છે કે જયારે પણ વિધૉથીઓને મદદની જરૂર પડે છે ત્યારે હર હંમેશ માટે તેને સાથ આપતી સંસ્થા એટલે વેબસંકુલ
  Thank you so much websankul‍ team and faculty

  Reply
 8. Advanced Best wishes to all aspirants who succeed in their aim&exams. ✌️
  “When you get tired , learned to rest , not quit “.
  Thanks websankul team your efforts &aspects good for every aspirants.
  ” Next is yours ”
  Jay hind

  Reply
 9. હર હંમેશ વિદ્યાર્થી ની સાથે આમ જ ઊભા રહો એવી આશા સાથે ખૂબ ખૂબ અભિનંદન ❤️

  Reply
 10. ખુબ ખુબ અભિનંદન વેબસંકુલ ટીમ ને જેટલા વખાણ કરુ એટલા ઓછા પડે અને સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરવા માટે ગુજરાત મા એક જ નામ એટલે વેબસંકુલ✍️✍️✍️

  Reply
 11. વેબસંકુલ publication & websankul academy ટીમનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું

  ✍️ તમારું કામ બોલે છે, जैसा काम वैसा नाम।

  Vikash sir, abhijitsinh ZALA sir and Websankul academy ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

  તમારા થકી અમને ઘણું અવનવું જાણવા મળ્યું સીખવા મળયું, અને ભવિષ્યમાં પણ કંઈ ન કઈ અવનવું જાણવા અને શિખવા મળશે એવી આશા સાથે…આભાર વ્યક્ત કરું છું
  . જય હિન્દ

  Reply
 12. Web Sankul ટીમ નો ખૂબ ખૂબ આભાર web sankul જેવુ કોઈ કામ ના કરે web sankul બેસ્ટ છે Thank you so much

  Reply
 13. આભાર websankul હું દાહોદ ના અંતરિયાળ ગામ માં રહું છું websankul ની એપ લીધે હું મને બવ ફાયદો થયો છે એટલે હું આભારી છું

  Reply
 14. Websankul ને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને બીજી એકેડમી કરતા gpsc websankul ઘણી સારી છે અને તેના પુસ્તકો પણ ખૂબ સારા છે અને tarun katariya સાહેબ ખૂબ સરળ ગણિત ભણાવે છે અને તેમના થકી અમને ગણિત પણ સાવ સહેલો વિષય લાગે છે

  Reply
 15. Sir aavi Application me kyay nathi joi thank websankul aalkher talati par ne nava year no ak સંકલ્પ lav su sir tame aatli mahenat karo savo to mare pan atlij mahenat karvi pade ak var jajur websankul ni mulakat las really thank you websankul

  Reply
 16. Khub khub abhinandan websankul ni team ne ane dhanyavaad k bdha ne sathe laine chalvani pravriti vada loko ajkal kya hoga mde che je tme kri rhya cho e karya khub sarahiya che

  Reply

Leave a Comment

TOPICS :

Share this post