આંધ્રપ્રદેશનું નવું પાટનગર : વિશાખાપટ્ટનમ

તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ જાહેરાત કરી હતી કે આંધ્રપ્રદેશ રાજ્યનું નવું પાટનગર હવે વિશાખાપટ્ટનમ રહેશે અને હૈદરાબાદ હવેથી તેલંગાણાનું પાટનગર રહેશે. જેથી હવે તેલંગાણાનના પાટનગર તરીકે હૈદરાબાદ રહેશે.

  • 2014ના વર્ષમાં આંધ્ર પ્રદેશમાંથી અલગ તેલંગણા રાજ્યની રચના કરવામાં આવી હતી, ત્યારથી આ બંન્ને રાજ્યો એક જ પાટનગર શેર કરી રહ્યા છે.

મુખ્ય મુદ્દા

  • વર્ષ 2022માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્યની રાજધાની અમરાવતીના નિર્માણ અને વિકાસ માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો.
  • જોકે અમરાવતીના વિકાસ માટે જમીન આપનાર ખેડૂતો દ્વારા સરકારના વિકેન્દ્રીયકરણના નિર્ણયને પડકારતી આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજીઓ કરાતાં કાનૂની મુશ્કેલીઓના કારણે રાજ્ય સરકારે વિકેન્દ્રીકરણ કાયદાને રદ કર્યો હતો અને ત્યારબાદ વિશાખાપટ્ટનમને રાજ્યનું નવું પાટનગર તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • આ અગાઉ આંધ્રપ્રદેશ સરકારે દક્ષિણ આફ્રિકાની તર્જ પર આંધ્રપ્રદેશમાં ત્રણ પાટનગરની રચના માટે ‘Capital Region Development Authority (Repeal) Bill 2020’ પસાર કર્યુ હતું. જેના અંતર્ગત, આંધ્રપ્રદેશમાં ત્રણ પાટનગર સ્થાપવાની વાત હતી; (1) અમરાવતી (કાયદાકીય) (2) વિશાખાપટ્ટનમ (કારોબારી) અને (3) કુર્નુલ (ન્યાયિક).
  • દક્ષિણ આફ્રિકાની કારોબારી, ન્યાયિક અને કાયદાકીય રાજધાની અનુક્રમે પ્રિટોરિયા, બ્લુમ્ફોન્ટેન અને કેપટાઉન છે.

વિશાખાપટ્ટનમ

  • તે આંધ્ર પ્રદેશનું સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે .
  • તે પૂર્વીય ઘાટ અને બંગાળની ખાડીના કિનારાની વચ્ચે સ્થિત છે. વિશાખાપટ્ટનમ એક પ્રાચીન બંદર શહેર હતું જે મધ્ય પૂર્વ અને રોમ સાથે વેપારી સંબંધો ધરાવતું હતું. તે ભારતનું સૌથી ઊંડુ બંદર છે.
  • 18મી સદીના અંત સુધીમાં તે ફ્રેન્ચ સંસ્થાનવાદી શાસન હેઠળ આવી ગયું હતુ. બાદમાં 1804માં આ શહેર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નિયંત્રણ હેઠળ આવ્યું હતું.
  • વિશાખાપટ્ટનમ ભારતીય નૌકાદળના પૂર્વીય નૌકા કમાન્ડના મુખ્ય મથક તરીકે સેવા આપે છે.
  • આ શહેરને ‘’સિટી ઑફ ડેસ્ટિની” અને “ઈસ્ટ કોસ્ટનું રત્ન” તરીકે પણ ઓળખવામાં આવે છે.

Leave a Comment

Share this post